________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહીં કહે છે-“અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' એટલે શું? એટલે કે પોતાનું સ્વ જે એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનો અંદર આશ્રય કરતાં તેની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર–ત્યાગ થાય છે. જુઓ, પરદ્રવ્યનો ત્યાગ થાય છે એમ વાત નથી, કેમકે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. પરંતુ આત્માની પર્યાયમાં અશુદ્ધતા છે, દુઃખરૂપ મલિન પરિણતિ છે તેનો, સ્વરૂપનું ગ્રહણ થતાં ત્યાગ થાય છે. અહા! એક શુદ્ધનો આશ્રય લેતાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. આવો મારગ છે!
અરે !! ભગવાનના વિરહ પડ્યા ને અજ્ઞાનીઓએ કાંઈકનું કાંઈક માની રહ્યા છે. અહા! સાક્ષાત્ ભગવાન બિરાજે છે તેમને પણ ઉડાડે છે! આ વાણી, મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ પરમાત્મા બિરાજે છે ત્યાંથી આવી છે પણ અરે ! અજ્ઞાની તેને માનતો નથી અને રાગને-થોથાને માને છે. અને પોતાની માન્યતામાં ન આવે એટલે આને (સત્યને) ઉડાડે છે. અરે ભાઈ ! આ તને શું થયું? ભગવાન! તું સાંભળ, ધીરજથી સાંભળ. ભગવાન સર્વજ્ઞદેવ સીમંધર પરમાત્મા સાક્ષાત્ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાંથી આ વાણી આચાર્ય કુંદકુંદ લઈ આવ્યા છે. તેઓ તો આત્માનુભવી જ્ઞાની-ધ્યાની સંત હુતા. ખાસ વિશેષતાથી ભગવાન પાસે ગયા હતા. ત્યાં તેમનું જ્ઞાન સાતિશય નિર્મળ થયું હતું. આઠ દિવસ ત્યાં સાંભળ્યું અને શ્રુતકેવળીઓથી પણ ચર્ચા કરી અને પછી અહીં આવ્યા હતા. અહીં આવીને આ સમયસારની ગાથાઓ રચી છે.
તેઓ કહે છે-ભાઈ ! સુખનું નિધાન ભગવાન આત્મા છે, જો તારે સુખી થવું હોય તો તેનું જ એકનું આલંબન લે. અહાહાહા...! સ્વભાવથી જ જે સુખ છે, જ્ઞાન છે તેમાં દુ:ખ કેમ હોય? તે વિકૃત કેમ હોય ? તે અપૂર્ણ કેમ હોય ? ભાઈ ! તને આ બેસતું કેમ નથી ? વસ્તુ જે આ આત્મા છે તે પરિપૂર્ણ છે, શુદ્ધ છે, જ્ઞાન અને સુખનું નિધાન છે. આવા સ્વસ્વરૂપમાં અંતર એકાગ્ર થવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે. પહેલાં પદ' કેમ લીધું? કેમકે અગાઉ જ્ઞાનપદને આત્મપદ કહ્યું હતું ને ? તેથી ‘નિજપદની પ્રાપ્તિ થાય છે' એમ પહેલાં લીધું અને આત્મલાભ થાય છે” એમ પછી કહ્યું. આત્મા એક પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક પદ છે એમ પહેલાં કહ્યું હતું ને? જુઓ, છે ને અંદર? કે “ આત્મા ખરેખર પરમ પદાર્થ છે અને તે જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ .” માટે આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે તેના આલંબનથી જ નિજપદની અર્થાત્ જે એક જ્ઞાનપદ છે તેની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. અહા ! ગજબ વાત છે ! આચાર્યદેવે ટીકામાં એકલું અમૃત રેડયું છે! અહો ! દિગંબર સંતો આવો મહાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com