________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૮૫ અદ્દભુત વારસો મૂકી ગયા છે. ભાઈ ! તેનો મહિમા લાવી સ્વહિત માટે સ્વાધ્યાય કરવો જોઈએ.
કહે છે-“આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' અહાહાહા...! એક શુદ્ધના અવલંબને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. અર્થાત્ અશુદ્ધતાનો પરિહાર તે વ્યય અને શુદ્ધતાની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને આલંબનયોગ્ય જે એક શુદ્ધ ત્રિકાળ વસ્તુ તે ધ્રુવ છે. અહા ! આવાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ! ભાઈ ! આ તો ધીરાનું કામ બાપા! આ કાંઈ પુણ્યની ક્રિયા કરતાં કરતાં મળી જાય એમ નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં વ્યવહાર તો ન આવ્યો? ભાઈ ! નિશ્ચય પ્રગટે તેને વ્યવહાર હોય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહાર જ નથી, એ તો વ્યવહારાભાસ છે.
ભગવાન! તું ચૈતન્યનિધાન છો. તારામાં અનંતી સ્વરૂપ સંપદા ભરેલી છે. ભગવાન”—એમ કળશ ૧૪૧ માં આવે છે ને? ભગ નામ લક્ષ્મી અને વાન્ એટલે વાળો. અહાહા...અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો તું ભગવાન છો. પરમ અધ્યાત્મતરંગિણીમાં મ–ત્રસ્ત્રી વિદ્યતે વચ્ચે સ: માવા–એમ ભગવાનનો અર્થ કર્યા છે. ‘મ' નામ શ્રી, જ્ઞાન, વીર્ય, પ્રયત્ન, કીર્તિ, માહાભ્ય –એવા અર્થ પણ થાય છે. પણ અહીં ‘ભગ’નો અર્થ લક્ષ્મી-જ્ઞાન અને આનંદની લક્ષ્મી કર્યો છે કેમકે આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોય અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા..! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં બ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં કોડો મણિ-રત્ન ભાળીને “ઓહોહોહો...' એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં કોડો તો શું અનંત-અનંત-અનંત કોડો રતન ભર્યા છે. ભાઈ ! તું એમાં અંતર્દષ્ટ કર, તને ભગવાનના ભેટા થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનો પરિહાર થશે.
આમ થવાથી કહે છે કે-“કમ જોરાવર થઈ શકતું નથી.' કર્મ તરફનું વશપણું હતું તેને કર્મનું જોરાવરપણું કહેવાય છે. કર્મને વશ પોતે થઈ પરિણમે ત્યારે કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. હવે જ્યાં વસુસ્વભાવને વશ થઈ પરિણમ્યો ત્યાં નિમિત્તને વશે જે જોર હતું તે જોર નીકળી જાય છે. હવે તે પરને વશ ન થતાં સ્વને વશ થાય છે. “કર્મ જોરાવર થઈ શકતું નથી ”—એ કહેવાનું તાત્પર્ય એ છે કે અવશે અશુદ્ધતા જ્યારે નીકળી જાય છે ત્યારે અશુદ્ધતાનું જોર જે નિમિત્તને વશે હતું તે રહેતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com