________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦ ]
ચિન રત્નાકર ભાગ-૭ ભોગની તો જ્ઞાનીને વાંછા છે નહિ. માટે જ્ઞાનીને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. બે (ભૂત ને ભવિષ્ય) ની વાત આવી. હવે..
પ્રશ્ન- આ પાંચમાં ગુણસ્થાનની વાત છે ને? સમાધાન:- ના, આ ચોથા ગુણસ્થાનની વાત છે. પ્રશ્ન- નિદાન તો પાંચમે....? (પાંચમેથી નથી હોતું ને ?)
ઉત્તર:- ભાઈ ! ચોથે ગુણસ્થાનેથી જ નિદાન છે નહિ. “નિ:શત્યો વ્રતી'—એમ સૂત્ર તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને ? ભાઈ ! ત્યાં તો જેને મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યનો-ત્રણનો અભાવ થયો છે તેને સમ્યગ્દર્શન થયું છે અને તેને અંત:સ્થિરતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય ત્યારે તેને “વ્રતી ” કહેવામાં આવે છે. શું કહ્યું? વ્રતી કોને કહીએ ? કે જેને મિથ્યાદર્શન ગયું છે, રાગની રુચિ છૂટી ગઈ છે, જે વ્યવહારરત્નત્રય હોય તેની પણ જેને રુચિ નથી અને સ્વસ્વરૂપના આનંદની જ જેને રુચિ છે તે માયા, મિથ્યાત્વ ને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકિતી છે અને તેને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. સમજાણું કાંઈ..? ભાઈ ! મિથ્યાત્વાદિ શલ્ય હોય તેને વ્રત હોતાં નથી એમ વાત છે.
અહાહા...! વ્રત કોને હોય? કે જેને મિથ્યા શલ્યોનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ કયારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથી-વ્યવહારરત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ (ધર્મ) છે આવું સ્વાશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય છે. અહા ! સ્વસમ્મુખતાના પરિણામ વિના સમ્યગ્દર્શન નહિ અને સમ્યગ્દર્શન વિના કોઈ વ્રત હોતાં નથી. વ્યવહારરત્નત્રય એ પરસમ્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યગ્દર્શન કે વીતરાગતા પ્રગટતાં નથી. આવી વાત છે. ' અરેરે ! એણે અનંતકાળમાં સ્વદયા નથી કરી ! ભાઈ ! રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે. ભગવાન ! પરની દયા તો તું પાળી શકતો નથી અને પરની દયા પાળવાનો જે ભાવ થાય છે તે રાગ છે અને રાગ છે તેથી તે હિંસાનો ભાવ છે. આકરી વાત છે ભાઈ ! પણ જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે, હિંસા છે. દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદવે શ્રી પુરુષાર્થસિદ્ધયુપાય માં (છંદ ૪૪ માં ) આમ કહ્યું છે.
આ સમયસાર મૂળ કુંદકુંદાચાર્યનું છે, અને એની ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્ય કરી છે. અહાહા...! તે વનવાસી દિગંબર સંતો ભગવાન કેવળીના કેડાયતો છે. તેઓ કહે છેભગવાન! તું એક વાર સાંભળતો ખરો ! કે જે ભાવથી તીર્થંકર-ગોત્ર બંધાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com