________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૫ ]
[ ૩૦૯
અહાહા...! આનંદ એ આત્માનો ધર્મ છે ને ભગવાન આત્મા ધર્મી છે. હવે તે ધર્મ (– ગુણ, સ્વભાવ ) તો ત્રિકાળ છે અને તેના આશ્રયે પ્રગટ થયેલો વર્તમાન આનંદ તે વર્તમાન ધર્મ છે. આનંદની પરમ-ઉત્કૃષ્ટ દશા પ્રગટે તે સિદ્ધપદ છે. લ્યો, આવું બધું સમજવું પડશે હોં; બાકી બહારમાં-ધૂળમાં તો કાંઈ નથી. ભાઈ! આ સમજ્યા વિના કલ્યાણ નથી.
અજ્ઞાની એમ માને છે કે-વ્યવહાર કરતાં કરતાં-વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય થશે. પણ તેની એ માન્યતા જૂદી છે, સાવ વિપરીત છે. અરે ભાઈ! શું રાગ કરતાં કરતાં વીતરાગતા થાય? ન થાય. રાગ કરતાં કરતાં વીતરાગ દશા થાય એમ માનવું એ તો વિરુદ્ધ છે. તદ્દન વિરુદ્ધ છે. અહીં કહે છે-જેને વર્તમાનમાં આનંદનો અનુભવ થયો છે અર્થાત્ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-ચારિત્ર ભલે વર્તુ-ઓછું હોપ્રગટ થયાં છે તેને ભૂતકાળનો ઉપભોગ તો ચાલ્યો ગયો હોવાથી તેની વાંછા નથી અને તેથી તેનો એને પરિગ્રહ પણ નથી. તથા તેને ભવિષ્યના ભોગની પણ વાંછા નથી; કેમકે જેને અંત૨માં આનંદનો અનુભવ વિધમાન છે તેને (અન્ય) ભોગની વાંછા કયાંથી આવે ? અહા ! ભારે વાત ભાઈ ! આ તો અહીં નિર્જરા કોને થાય છે એની વાત કરે છે.
અહા ! જ્ઞાનીને ભવિષ્યના ભોગની પણ વર્તમાન વાંછા નથી. એ તો હવે પછીની ૨૧૬ મી ગાથામાં વેધ-વૈદકભાવ દ્વારા વિસ્તારથી સમજાવશે. વર્તમાન કાંક્ષા કરે છે તે વેધભાવ અને ભવિષ્યમાં ભોગવવાનો જે ભાવ આવે છે તેને વેદકભાવ કહે છે. તો, વિભાવની વર્તમાનમાં જ્ઞાનીને વાંછા નથી અને ભવિષ્યમાં ભોગવવાનો જે વિભાવભાવ છે તેની પણ જ્ઞાનીને વાંછા નથી. બહુ ઝીણી વાત ભાઈ ! આવું હોય તો ઠીક-એમ વાંછા કરવી તે વેધભાવ છે. તે વેધભાવના કાળે વેદકભાવ છે નહિ કેમકે વર્તમાનમાં
(વાંછિતનો ) અનુભવ તો છે નહિ. અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ-વાંછ રહેતી નથી. માટે જ્ઞાનીને વિભાવનો વેધ-વેદકભાવ હોતો જ નથી-એમ કહે છે. આ તો ગાથા ૨૧૬ નો ઉપોદ્ઘાત છે ને? વિસ્તારથી આ બધું ૨૧૬ મી ગાથામાં આવશે. ઝીણી વાત છે ભગવાન !
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપની મૂર્તિ પ્રભુ છે. તેની સન્મુખ થતાં આનંદ ને વીતરાગી શાંતિ પ્રગટે છે અને તે મોક્ષમાર્ગ છે. અહા ! આવા મોક્ષમાર્ગને પ્રાસ થવાથી જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ અંતરમાં આવ્યો છે તેને, કહે છે, ભૂતકાળનો ભોગ તો વર્તમાનમાં પરિગ્રહપણે છે નહિ અને તેને ભવિષ્યની-ભવિષ્યના ભોગની-વાંછા નથી. આ કારણે તેને ભૂત ને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. અહાહા...! કહે છે-ભવિષ્યનો ઉપભોગ જો વાંછવામાં આવે તો જ તે ઉપભોગ પરિગ્રહભાવને પાત્ર થાય છે; પણ ભવિષ્યના
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com