________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ દ્રવ્ય) તેમાં આવી જતી નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે, પણ આખું દ્રવ્ય તેમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે, સમજાણું કાંઈ....?
અહા! અનંતકાળમાં એણે પોતાની ચિદાનંદમય વસ્તુનો સ્પર્શ–અનુભવ કર્યો નથી. અરે! એણે રાગાદિના વિકલ્પનો સ્પર્શ-અનુભવ કરીને હું ધર્મ કરું છું એમ માની લીધું છે! પરંતુ ભાઈ ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. અહાહા..? વસ્તુ આત્મા જે ધર્મી છે તેનો ધર્મ શું છે? અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય પ્રભુતા, અતીન્દ્રિય પુરુષાર્થ એ તેનો ધર્મ છે. આવા ધર્મથી અભેદ ધર્મી એવા પ્રભુ આત્મા ઉપર જેની દષ્ટિ પડી છે તે જ્ઞાની છે; અને તે જ્ઞાનીને, અહીં કહે છે, “આ બધાયમાં રાગ નથી.’ ‘બધાયમાં '—એમ એક શબ્દ તો અહા ! કેટલું ભર્યું છે !! આ સંસારસંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીરસંબંધી ભોક્તાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી; કેમકે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કર્તા-ભોક્તાપણાના રાગમાંથી રસ ઊડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. માટે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા ત્રણ પ્રકારે કહી ને? ૧. કર્મની નિર્જરા, ૨. અશુદ્ધતાની નિર્જરા અને ૩. શુદ્ધોપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે.
ત્યારે કોઈ કહે છે-અશુભરાગમાંથી તો જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે, પણ શુભરાગ તો તે કરે છે ને?
અરે ભાઈ ! શુભ ને અશુભ-બેયમાંથી જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે. જ્ઞાની શુભરાગ કરે છે વા તેને શુભરાગનું કરવાપણું છે-એમ છે જ નહિ. ઝીણી વાત છે. પ્રભુ! ભગવાનનો મારગ-વીતરાગતાનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં કહ્યું ને કે-“આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.” “આ” મતલબ કે સંસારસંબંધી ને શરીરસંબંધી જેટલા પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી.
જુઓ, (ટકામાં) પહેલાં કહ્યું કે “જેટલા (અધ્યવસાન) સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગમાં નિમિત્ત છે.' પછી કહ્યું કે “જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે.' અહા ! રાગ છે એ આસ્રવતત્ત્વ છે. તેને પોતાનો (જ્ઞાયકરૂપ) માનવો તે મિથ્યાત્વભાવ છે, મોટું છે. તથા પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ કલ્પવા તે રાગદ્વેષ છે. ભાઈ ! પદાર્થ તો ઇષ્ટ-અનિષ્ટ છે નહિ, કેમકે પદાર્થો તો બધાય શય છે. તે શેયમાં બે ભાગ પાડવા કે આ ઇષ્ટ ને આ અનિષ્ટ તે રાગદ્વેષ છે. તો આવા મોહ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com