________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૪૯
રાગદ્વેષના પરિણામ જ્ઞાનીને હોતા નથી એમ કહે છે. ભારે વાત ભાઈ! કોઈને એમ થાય કે સમિતિ બહુ મોંઘુ કરી નાખ્યું; પણ ભાઈ! સમકિત તો છે એમ છે; વીતરાગનો મારગ તો વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે, રાગથી નહીં, શુભરાગથીય નહીં. પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ત્યાં કહ્યું છે-‘જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.' આમ ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે કે સ્વના આશ્રયે થાય છે અને પરના આશ્રયે તો રાગ જ થાય છે; કેમકે ‘સ્વાશ્રિતો નિશ્ચય: પરાશ્રિતો વ્યવહાર:' ભાઈ ! આ ન્યાયથી તો વાત છે, કાંઈ કચડી-મચડીને કહેવાતું નથી. ભગવાનનો મારગ તો ન્યાયથી, યુક્તિથી કહેલો છે.
કહે છે–· આ બધાયમાં...' · આ ’-એટલે ? સંસારસંબંધી કર્તાપણાના રાગદ્વેષમોહના પરિણામ ને શરીરસંબંધી ભોક્તાપણાના સુખદુઃખાદિ પરિણામ -તે જેટલા અધ્યવસાયના પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી. ગજબ વાત છે ભાઈ ! ‘આ ’ શબ્દે તો બધું ખૂબ ભર્યું છે. અહાહા...! ધર્મી એને કહીએ, સમકિતી એને કહીએ જેને રાગમાં ને રાગના ભોક્તાપણામાં-બેયમાંથી રસ ઊડી ગયો છે, રુચિ ઊડી ગઈ છે. ધર્મીને રાગમાં રસ નથી, સ્વામીપણું નથી; એ તો રાગથી ભિન્ન પડી ગયો છે અને સ્વભાવમાં એકત્વ પામ્યો છે. એને તો આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતાનો છે. હવે આવું જગતને (રાગના પક્ષવાળાઓને) ભારે કઠણ પડે છે, પણ શું થાય?
અનાદિ સંસારથી પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ વીતી ગયો પ્રભુ! તે પંચપરાવર્તનરૂપ પરિભ્રમણ કરતાં કરતાં નિગોદના અનંત ભવ કર્યા, એકેન્દ્રિયાદિના અનંત ભવ કર્યા ને મનુષ્યના પણ અનંત ભવ કર્યા. વળી તેમાંય અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં ને પંચમહાવ્રત ને ૨૮ મૂલગુણના વિકલ્પની ક્રિયા અનંતવા૨ કરી. પણ અરે ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ ન કરી. આત્મજ્ઞાન ન કર્યું; ને તે વિના દુ:ખ જ દુઃખ પામ્યો. છઠ્ઠઢાલામાં આવે છે ને કે
“મુનિવ્રત ધા૨ે અનંત બાર ગ્રીવક ઉપજાૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાૌ.”
લ્યો, ‘સુખ લેશ ન પાૌ' –એનો અર્થ શું થયો ? કે મહાવ્રત પાળ્યાં એ તો આસ્રવભાવ હતો, દુઃખ હતું. આકરી વાત પ્રભુ! પણ આસ્રવભાવ દુઃખરૂપ જ છે, એમાં સુખ છે જ નહિ. સુખ ને આનંદનો ભંડાર તો ભગવાન આત્મા છે.
અહીં ‘આત્મજ્ઞાન ’ કહ્યું ને! તો શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન એમ નહિ. નવપૂર્વની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com