________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ર૬૭ કહ્યું? કે પરપદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા જ નથી. જેમ તેને શુભભાવની ઇચ્છા નથી તેમ તેને અશુભભાવની-પાપની પણ ઇચ્છા નથી. પાપભાવ હોય છે ખરો, પણ પાપભાવની ઇચ્છા હોતી નથી, અને તેથી તેને નિર્જરા થાય છે. તેને જે અશુભભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભભાવ પોતાનો નથી એવી દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલાં હોવાથી ધર્મીને કર્મની નિર્જરા ને અશુદ્ધતાનો નાશ થાય છે.
હવે કહે છે-“ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.”
જુઓ, રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી, ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી. અહાહા..! હું સદાય જ્ઞાનાનંદસ્વરૂપ છું-એમ પોતાના ત્રિકાળી સ્વભાવનું જેને ભાન થયું છે એવા સમ્યગ્દષ્ટિ ધર્મીને જેમ પુણ્યભાવ થાય છે તેમ પાપના પરિણામ પણ થાય છે, પણ તેને તે પુણ્ય-પાપના પરિણામમાં એકત્વબુદ્ધિ નથી. તેને જેમ પુણ્યની ઇચ્છા નથી તેમ પાપની પણ ઇચ્છા નથી. છતાં તેને જે પુણ્યપાપના ભાવ થાય છે તે અજ્ઞાનમય છે.
તો શું જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે?
સમાધાન - જ્ઞાનીને મિથ્યાત્વસહિત અજ્ઞાનમય ભાવ હોતો નથી. પરંતુ અજ્ઞાનમય 'નો અર્થ મિથ્યાત્વમય જ-એમ થતો નથી. જ્ઞાનીને જે પુણ્ય-પાપના પરિણામ થાય છે (તે કરે છે વા ઇચ્છે છે એમ નહિ) તેમાં ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે. જ્ઞાનીને પુણ્ય-પાપના પરિણામ છે, તેને તે જાણે પણ છે, પણ તે પુણ્ય-પાપના પરિણામમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે.
પ્રશ્ન:- તો “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી”—અહીં તો એમ કહ્યું છે ?
સમાધાન- ભાઈ ! અજ્ઞાનમય ભાવનો અહીં અર્થ થાય છે મિથ્યાત્વમય ભાવ; અને તે તો જ્ઞાનીને હોતો જ નથી. તેથી કહ્યું કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (વળી જ્ઞાનીને જે પુણ્ય-પાપ થાય છે તે દષ્ટિમાં ગૌણ છે તે અપેક્ષાએ પણ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી ).
ભાઈ ! તને આ કદી સાંભળવા મળ્યું નથી એટલે કઠણ પડે છે. પણ જો તો ખરો ! અહીં ભારે વિચિત્ર વાત કરી છે કે-જ્ઞાનીને રાગ આવે છે પણ તેની એને ઇચ્છા નથી. જ્ઞાનીને રાગની ઇચ્છા નથી. અહીં તો મુનિપણાની મુખ્યતાથી વાત કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com