________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૬ ]
[ ૪૫
હું પંગુ (પાંગળો) થઈ ગયો છું. માત્ર શરીર નભાવવા બે વખત ભોજન આપજો. જગતના કોઈ કાર્ય પ્રતિ મને ઉત્સાહ-રસ નથી. જુઓ, પોતે લાખોપતિ હતા, પણ અંદરથી મન ઊઠી ગયું હતું. તેમને અહીં (સોનગઢમાં ) આત્મજ્ઞાન થયું હતું.
તેમણે ઘણાં શાસ્ત્રો વાંચેલાં, ઘણા બાવા-જોગી અને જૈનના સાધુનો સંગ કરેલો. પણ શાંતિ ન મળી. પછી અહીં આવ્યા. તેમને આટલું કહ્યું કે-ભાઈ! રાગ-વિકલ્પ અને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. રાગની દિશા પર તરફની છે અને આત્મસ્વભાવ અંતર્મુખ છે. અંતર્મુખ વાળતાં આત્મસ્વભાવ પ્રાપ્ત થાય છે. બસ! સાંજથી સવાર સુધી આના જ ઘોલનમાં ( રટણમાં ) સવાર થતા પહેલાં સમકિત-આત્માનો અનુભવ ( વેદન ) કરીને ઊઠી ગયા. એક રાતમાં સમ્યગ્દર્શન! પણ એ તો પોતાના અંતર્મુખ પુરુષાર્થથી થાય ને? એ કોઈ કરી આપે એવું થોડું છે? ભાઈ! જેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ અંતર્મુખ થાય તેની દશા કોઈ અદ્દભુત અલૌકિક થઈ જાય છે. એ જ કહે છે કે
જ્ઞાની સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી કેમકે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. રાગનું થવું-રાગરૂપે પરિણમવું એ વિષયસેવનનું ફળ છે અને જ્ઞાની તે રાગના રસપણે પરિણમતો નથી. માટે સેવતો છતો તે અસેવક છે. આવી વાત છે.
[પ્રવચન નં. ૨૬૬ (શેષ), ૨૬૭
*
દિનાંક ૧૯-૧૨-૭૬ અને ૨૦–૧૨–૭૬ ]
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com