________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- “મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિ થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો.” લ્યો, આ પ્રશ્ન કે મોક્ષનું કારણ કાળલબ્ધિ છે, ભવિતવ્ય છે, કે કર્મના ઉપશમ-ક્ષયોપશમાદિ છે? કે પછી મોક્ષનું કારણ પોતાના પુરુષાર્થપૂર્વક બને છે? હવે વિશેષ પૂછે છે
જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો ? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ ?
કહે છે–જો કાળલબ્ધિ અને ભવિતવ્યતા-એમ બે કારણોથી મોક્ષનો ઉપાય બને છે તો ઉપદેશ દેવાની કયાં જરૂર છે? અને જો પુરુષાર્થથી બને છે તો ઉપદેશ સર્વ સાંભળે છે છતાં સર્વને મોક્ષનો ઉપાય કેમ બનતો નથી? મોક્ષનો ઉપાય તો કોઈકને જ બને છે. સર્વને કેમ બનતો નથી ? એનું સમાધાન કરતાં કહે છે-પુરુષાર્થથી જ મોક્ષપ્રાતિ છે.
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ ઉત્તર:- “એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતા પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ જ નથી.” બહુ આકરા શબ્દો ભાઈ ! પણ વાત યથાર્થ છે.
અમારે તો પહેલેથી જ ચર્ચા ચાલી આવે છે ને? ૭૦ માં દીક્ષિત થયા પછી “૭૧ થી ચર્ચા ચાલે છે. તેઓ કહે-કર્મથી વિકાર થાય છે. ત્યારે કહ્યું કે કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જૂઠી છે. પરદ્રવ્યથી પોતામાં વિકાર થાય એમ હોઈ શકે નહિ, એ તો પોતાના વિકારના સમયે પોતાના ઊંધા-ઉલ્ટા પુરુષાર્થથી સ્વકાળે વિકાર ઉત્પન્ન થાય છે અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. નિમિત્ત કાંઈ કર્તા નથી. જો કર્મ (નિમિત્ત) કર્તા હોય તો, તે નિમિત્ત જ રહે નહિ.
૭૧માં આ પ્રશ્ન (કર્મનો પ્રશ્ન) ચાલ્યો, ને ૭રમાં આ પ્રશ્ન ચાલ્યો-શું કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-લ્યો, “૭રમાં આ પ્રશ્ન ચાલ્યો, કેટલાં વર્ષ થયાં? એકસઠ થયાં. બહુ ચર્ચા ચાલી. બીજા તો બિચારા જાડીબુદ્ધિવાળા તે કાંઈ સમજે નહિ, પણ અહીં તો અંદરના સંસ્કાર હતા ને? તો અંદરથી સહજ આવતું હતું; તો કહ્યું કેકેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-એ બરાબર નથી. હા, સર્વજ્ઞ જેમ દીઠું છે તેમ થશેએ તો યથાર્થ છે, પણ સર્વજ્ઞ ભગવાન કે જેમના એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com