________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૧
જ્ઞાનગુણની પરિપૂર્ણ દશામાં-કેવળજ્ઞાનમાં અનંતા કેવળી જણાય, ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય-આવા કેવળજ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય તેને ભવ હોઈ શકે નહિ, અહાહા...! પરિપૂર્ણ દશા જે કેવળજ્ઞાન તેનું અનંત સામર્થ્ય જેની દૃષ્ટિમાં બેસી ગયું તેને ભવભ્રમણ રહે અને પુરુષાર્થહીનતા હોય તે હોઈ શકે નહિ. કહ્યું કે–સર્વજ્ઞ કેવળીએ જેમ દીઠું છે તેમ થશે-એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી, એ તો પુરુષાર્થના પંથે જ છે. એ તો પછી પ્રવચનસારમાંથી નીકળ્યું, પણ તે દિ' કયાં પ્રવચનસાર જોયું 'તું ? પ્રવચનસાર તો' ૭૮ની સાલમાં જોયું; પણ એનો ભાવ તે દિ' હતો.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારની ગાથા ૮૦ માં ફરમાવે છે કે
66
'जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं । ।
અહાહા...! કહે છે-જે કોઈ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે ‘બાળવિ અપ્પાળ' આત્માને જાણે છે અને ‘માહો વસ્તુ ખાવિ તસ્ય જયં' તેનો મોહ નાશ પામી જાય છે અર્થાત્ તે ક્ષાયિક સમક્તિને પ્રાપ્ત થાય છે. જુઓ, આચાર્યદેવે જોર તો એટલું દીધું છે કે–તે અપ્રતિહત ભાવને પામે છે-એમ કહેવું છે. ‘નયં' શબ્દ છે ને? તે અપ્રતિહત ભાવને સૂચવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારની ૯૨મી ગાથામાં કહે છે કેઅમે આગમકૌશલ્ય તથા સ્વાનુભવમંડિત આત્મજ્ઞાન વડે મિથ્યાત્વને હણી નાખ્યું છે; હવે તે ફરીને અમને આવશે નહિ.
પ્રશ્ન:- પણ ભગવાન! આપ છદ્મસ્થ છો ને? અને પંચમ આરાના મુનિ છો ને? (છતાં આવી અપ્રતિહત ભાવની વાત કરો છો ?)
સમાધાનઃ- ભાઈ ! અમે આ કોલકરાર કરીએ છીએ ને? કે અમે પંચમ આરામાં સ્વાનુભવ વડે જે મિથ્યાત્વનો નાશ કર્યો છે તે તેનું વમન કરી નાખ્યું છે; જેથી હવે તે ફરીને આવશે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં મોહના નાશની-વમનની વાત છે. અહાહા...! જેને અરિહંતનું-કેવળજ્ઞાનનું અંતરમાં ભાન થયું તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું બીજ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન:- શું આ પંચમ આરાની વાત છે ?
ઉત્ત૨:- હા; પંચમ આરાના મુનિરાજ તો કહે છે; તો એ કોની વાત છે? ભાઈ! આ પંચમ આરાના જીવો માટેની વાત છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે–‘ કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી.' તો શું શ્રી ટોડરમલજી કેવળી થઈ ગયા છે? શું તેમને કેવળજ્ઞાન થઈ ગયું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com