SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અરે ભાઈ! કેવળી તો હમણાં નથી, પણ સમકિતી તો છે ને? કેવળજ્ઞાનનું બીજ એવું સમ્યગ્દર્શન તો છે ને? કેવળજ્ઞાનનું યથાર્થ શ્રદ્ધાન તો છે કે નહિ? છે; તો તેઓ યથાર્થ જ કહે છે. સમકિતમાં શું ફરક છે? સમકિતમાં-તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં-કોઈ ફેર નથી. તો (મોક્ષમાર્ગ પ્રકાશકમાં) કહે છે-“કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી, જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હુર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉધમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ આપીએ છીએ.” અહાહા...! પં. શ્રી ટોડરમલજીએ કાંઈ કામ કર્યું છે ! અજ્ઞાનીના વર્ષોના પ્રશ્નોના ખુલાસા કર્યા છે, તેથી તો તેઓ “આચાર્યકલ્પ' કહેવાયા છે. અહો ! શબ્દ શબ્દ આખા શાસ્ત્રનો સાર (–માખણ ભર્યો છે! જે સમયે કાર્ય થયું તે કાળલબ્ધિ છે અને જે ભાવ થયો તે ભવિતવ્યતા છે. હવે વિશેષ કહે છે હવે આ આત્મા જ કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ; તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉધમ કરે તો ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય, હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ.” લ્યો, આ સંપ્રદાયમાં મોટી ચર્ચા ચાલતી હતી તેનો ખુલાસો. ભાઈ ! ભગવાને દીઠું હશે તે દિ' થાશે એમ વિચારી પુરુષાર્થહીન થવું, પ્રમાદી રહેવું એ તો અજ્ઞાન છે. ભગવાને દીઠું હશે તે દિ' થાશે, માટે આપણે અત્યારે પુરુષાર્થ કરી શકીએ નહિ એમ જો હોય તો આ દીક્ષાથી શું કામ છે? અરે ભાઈ ! જ્યારે પુરુષાર્થ સ્વભાવસનુખનો થયો ત્યારે કાળલબ્ધિ થઈ ગઈ અને ભાવ પણ સમ્યગ્દર્શનનો થઈ ગયો. ભાઈ ! આ તો મતાગ્ર–ઠુંઠાગ્રહું છોડીને સમજવા માગે તો બેસી જાય એવી વાત છે; બાકી મતાગ્રહથી કે વાદવિવાદથી બેસે એવી વાત નથી. સમ્યજ્ઞાનદીપિકામાં આવે છે કે “સદગુરુ કહૈ સહજકા ધંધા વાદવિવાદ કરે સો અંધા.” લ્યો, આ તમારા બધા તો (મતાગ્રહના) પાપના ધંધા છે, જ્યારે આ તો સહજનો ધંધો છે. ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ સહજ એક જ્ઞાયકસ્વરૂપ છે, કેમકે તે અકૃત્રિમ છે અર્થાત્ કોઈએ એને કર્યો છે એમ નથી. અહા ! તેના તરફનો પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની રમણતા કરવી તે સહુજનો ધંધો છે. તથા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy