________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૭
तथाहि
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु व उप्पज्जदे रागो।। २१७।।
बन्धोपभोगनिमित्तेषु अध्यवसानोदयेषु ज्ञानिनः। संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः।। २१७ ।।
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે:
સંસારમેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
ગાથાર્થ- [ વળ્યોપમો નિમિત્તેy] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ સંસારવેદવિષયેy] સંસારસંબંધી અને દેહસંબંધી [અધ્યવસાનો પુ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિન:] જ્ઞાનીને [ RIT:] રાગ [ન ઇવ ઉત્પd] ઊપજતો જ નથી.
ટીકા:- આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થ- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહુ સંબંધી છે અને ઉપભોગના નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો ), નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com