________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૨ ]
[ ૫૦૭ પ્રત્યેક પદાર્થના સ્વરૂપને જ્ઞાની યથાર્થ જાણે છે. અહા ! કહે છે-“સર્વ પદાર્થોના સ્વરૂપને....' અહા ! ભાષા તો દેખો ! એક ભગવાન આત્માને જાણ્યો તો સર્વ પદાર્થોના સ્વરૂપને, તેઓ જેવા છે તેવા યથાર્થ જાણવાની સમકિતીમાં શક્તિ પ્રગટ થઈ છે. અહા ! ગજબ વાત છે ભાઈ ! અત્યારે તો સમ્યગ્દર્શન ને આત્મજ્ઞાનની મૂળ વાત જ લુપ્ત થઈ ગઈ છે, જ્યાં જુઓ તો વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો દાન કરો-એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો પુણ્ય થાય ને ભવ મળે, ભવટ્ટી ન થાય.
અહીં ભગવાન કહે છે–ભગવાન! તારે પુણ્યનું શું કામ છે! ( એક જ્ઞાયકની દિષ્ટિમાં) તારે જ્યાં પર્યાયનું પ્રયોજન નથી ત્યાં વળી તારે પુણ્યનું શું કામ છે? ગંભીર વાત છે ભાઈ ! એ તો પહેલાં આવી ગયું કે-જ્ઞાની પુણ્યને ઇચ્છતો નથી. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો પુણ્યભાવ આવે ખરો પણ એની એને ઇચ્છા હોતી નથી. પુણ્યભાવનું એને કાંઈ પ્રયોજન નથી; એને તો એક જ્ઞાયકભાવથી જ પ્રયોજન છે. અહા ! જેને વીતરાગસ્વભાવી ભગવાનના ભેટા થયા તે રાગને-રાંકને કેમ ઇચ્છે? ન ઇચ્છે. અહા ! પોતાના સ્વરૂપમાં નિઃશંક પરિણમેલો જ્ઞાની જગતના દરેક પદાર્થની સ્થિતિ જેવી છે તેવી યથાર્થ જાણે છે, પછી તે એમાં મોહ કેમ પામે? ન પામે.
અહા ! જોયું? આમાં તો બધાયને જાણે છે એમ કહ્યું છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. અહીં ! ભાષા તો જુઓ! કોઈને થાય કે શું એટલું બધું જ્ઞાન સમ્યગ્દષ્ટિને થઈ ગયું? હા, ભાઈ ! શ્રુતજ્ઞાનમાં સર્વ પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. તે જેને પહોંચે છે તે સર્વને યથાર્થ જાણી લે છે; અને તેથી સમકિતીને પર પદાર્થોમાં મુંઝવણ રહેતી નથી. અહા ! જેણે એક જ્ઞાયકને યથાર્થ જામ્યો છે તેણે બધાયને યથાર્થ જાણ્યા એમ કહે છે, કેમકે તેનું બધું જ્ઞાન યથાર્થ થઈ ગયું છે. અહો ! આત્મજ્ઞાનનો મહિમા અપરંપાર છે. બાકી દયા, દાન, વ્રત આદિનો કાંઈ મહિમા નથી કેમકે એ તો રાગ છે; એ ધર્મ નથી અને ધર્મનું કારણેય નથી.
જુઓ, કોઈ પ્રથમ મહાપાપી હોય તે કારણ પામીને સમકિત પામે ને પછી ઉગ્ર પુરુષાર્થ દ્વારા કેવળ પામીને મોક્ષે જાય. ત્યારે કોઈ ધર્માત્મા લાખો વર્ષ સુધી ચારિત્રમાં રહે, મોક્ષ ન પામે; તો ત્યાં તે મુંઝાય નહિ. અહા ! તે પર્યાયમાં મુંઝાય નહિ ને પર્યાયમાં
ચાય (રોકાય) પણ નહિ કેમકે તેને તો એક જ્ઞાયકભાવનું જ અવલંબન છે. પર્યાયની કચાસ તો તે તે પર્યાયની યોગ્યતા જ છે એમ તે યથાર્થ જાણે છે, અને તે માટે તે મુંઝાતો નથી. અહા ! આચાર્યદવે ‘સત્વ' શબ્દ મૂકીને તો ગજબ કામ કર્યું છે.
અહા ! સમકિતી થયો તે શું સર્વ પદાર્થને જાણે?
ભાઈ ! શ્રુતજ્ઞાન સાથે છે ને? તો, તે જ્ઞાન શું ન જાણે? જ્ઞાનમાં શું ન જણાય? શ્રુતજ્ઞાનમાં બધાયનું સ્વરૂપ જણાય એવી તાકાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com