________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ધૂળમાંય સુખ નથી સાંભળને! પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડ મળે એટલે અજ્ઞાનીને એમ થઈ જાય કે “હું પહોળો ને શેરી સાંકડી; પણ બાપુ! એ માનમાં ને માનમાં તું અનંતકાળ મરી ગયો છે–રખડી મર્યો છે. સાંભળને-એ પૈસા આદિ ક્યાં તારામાં છે? જે તારામાં નથી એમાં તારું સુખ કેમ હોય? અહીં તો આ કહ્યું કે શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગનો-વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ પણ અપદ અર્થાત્ વિપદા ભાસે છે. અહો ! દિગંબર મુનિવરોએ એકલું અમૃત રેડ્યું છે! આવી વાત બીજે કયાંય મળે એમ નથી.
તો દાન કરીએ તો ધર્મ થાય કે નહિ?
ધૂળેય ત્યાં ધર્મ ન થાય. શાનું દાન? શું પૈસા આદિ પરદ્રવ્યનું તું દાન કરી શકે છે? બીલકુલ નહિ. તથાપિ એમાં જો રાગની મંદતા કરી હોય તો પુર્ણ થાય છે, પણ એ તો વિપદા જ છે. કહ્યું ને કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગાદિ સર્વ અપદ એટલે દુ:ખનાં જ સ્થાન છે. ભાઈ ! આ અરિહંતદેવ સર્વજ્ઞ પરમાત્માનો હુકમ છે. ભાઈ ! તે નિજ પદને છોડીને પરપદમાં બધું (સુખ) માન્યું છે પણ એ માન્યતા જ સર્વ દુઃખનું મૂળ છે.
તો અમેદશિખરજીની જાત્રા કરો તો પાપ ધોવાઈ જાય છે એ તો બરાબર છે કે
નહિ?
શું બરાબર છે? અરે ! સાંભળને બાપા! એ જાત્રા તો શુભભાવ છે અને શુભભાવ બધોય વિપદા જ છે. હવે આવી વાત સંપ્રદાયમાં કરે તો બહાર કાઢે; પણ અહીં તો સંપ્રદાયની બહાર એકકોર જંગલમાં બેઠા છીએ. અહાહા...! મારગ તો વીતરાગનો આ જ છે પ્રભુ! કે આનંદકંદ પ્રભુ આત્મામાં જા તો તને પાપ ધોવાઈ જાય તેવી અંતરમાં જાત્રા થશે; બાકી જાત્રાના વિકલ્પ કોઈ ચીજ નથી, અપદ છે. ત્રણે કાળ પ્રભુ ! પરમાર્થનો આ જ પંથ છે. શ્રીમદે કહ્યું છે ને કે-“એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' બાપુ! સ્વપદ સિવાયનાં અન્ય સર્વ પદ વિપદાનાં જ પદ .
* કળશ ૧૩૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * એક જ્ઞાન જ આત્માનું પદ છે.'
જુઓ, છે અંદર? અહાહા..! જે જાણગ-જાણગ-જાણગસ્વભાવ અંદર ત્રિકાળ શાશ્વત છે તે આત્માનું પદ છે. “એક જ્ઞાન જ'—એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાન જે અખંડ અભેદ એકરૂપ વસ્તુ છે તે જ આત્માનું પદ છે. અહા... હા.... હા..! અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવ છે તે જ સ્વપદ છે એમ કહેવું છે. અહો ! દિગંબર સંતોએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com