________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
૪૨૭ કે તે રાગ કરતો નથી. “કોણ જાણે?'—એનો અર્થ એમ નથી કે જ્ઞાની જાણતો નથી પણ જ્ઞાની રાગ કરે છે કે નહિ તે તને-અજ્ઞાનીને શી ખબર પડે?-એમ કહેવું છે. અહા ! જે જ્ઞાતા છે તે કર્તા છે જ નહિ એમ અમે જાણીએ છીએ. સમયસાર નાટકમાં છે ને કે
કરે કરમ સોઈ કરતારા,
જો જાનૈ સો જાનનારા; જો કરતા, નહિ જાનૈ સોઈ,
જાનૈ સો કરતા નહિ હોઈ.” આવો મારગ બાપા! આચાર્ય કહે છે-જેને રાગમાંથી રસ ઉડી ગયો છે અને અતીન્દ્રિય આનંદનું ધામ પ્રભુ આત્માનો રસ જાગ્યો છે તે ક્રિયા કરે છે કે નથી કરતો તેની તને ( –અજ્ઞાનીને) શું ખબર પડે? અમે જાણીએ છીએ કે તે કર્તા નથી, જ્ઞાતા છે. અજ્ઞાની તો જ્ઞાની ક્રિયા કરે છે એમ માને છે કેમકે તેને તો સંયોગદષ્ટિ છે ને? સંયોગથી જુએ છે તો કરે છે એમ માને છે.
તો આમાં સમજવું શું?
શું સમજવું શું? કહ્યું ને કે-જ્ઞાની રાગ કરતો જ નથી. તેને રાગ થાય છે છતાં પણ તેનો તે કર્તા નથી જ્ઞાતા છે કેમકે તેણે તો રાગ ને રાગનું ફળ છોડી દીધાં છે.
પ્રશ્ન- હા, પણ આ જ્ઞાની છે એમ બીજાને શું ખબર પડે?
સમાધાન - એ તો ન્યાય જુએ, એની દૃષ્ટિ (અભિપ્રાય) જાએ, એની પ્રરૂપણાઉપદેશ આદિ જુએ એટલે ખબર પડી જાય.
પણ તે કેમ દેખાય?
દેખાય, દેખાય, બધું દેખાય. પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે સ્વપરપ્રકાશક સદા જાણનાર સ્વભાવે છે; તેને ન જણાય એ વાત કેવી?
હા, પણ એ તો સિદ્ધાંત કહ્યો?
અરે ભાઈ ! જો એ સિદ્ધાંત છે તો તેનું ફળ આ છે કે તે જાણી શકે. આત્મા જાણે; તે અને જાણે ને પરને પણ જાણે એવો તેનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે બરાબર જાણે, ન જાણે એ વાત નથી, જાણે જ.
જુઓ, શાસ્ત્રમાં દાખલો આવે છે:- કે રાજકુમાર શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું કે કલ્પવૃક્ષ સુકાય છે. ત્યારે નિમિત્તજ્ઞાનીને પૂછયું કે આ શું? તો કહે કે-મુનિ ભગવાન (છદ્મસ્થ દશામાં) આહાર લેવા આવશે, તેમને બાર મહિનાના ઉપવાસ થયા છે.” જુઓ, ભગવાન ઋષભદેવને બાર મહિનાથી આહાર નહોતો મળ્યો.
બન્યું એવું કે ભગવાન આહાર માટે પધાર્યા. આ રાજકુમાર શ્રેયાંસકુમાર તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com