________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૩૭ પ્રગટતાનો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જિનમાર્ગની પ્રભાવના કરનારો છે અને તેથી જે જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી બંધ થાય તે તેને થતો નથી પરંતુ નિર્જરા જ થાય છે. આવી વાત છે.
* ગાથા ૨૩૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પ્રભાવના એ ટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે....'
અહા ! પોતે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિતૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઇને સમસ્ત ચિલ્શક્તિને પર્યાયમાં પ્રગટ કરવી એનું નામ પ્રભાવના છે. ભાઈ ! આંહી તો જગત સાથે વાતે વાતે ફેર છે. દુનિયા તો બહારમાં પ્રભાવના માને છે, જ્યારે અહીં તો જે વડે શક્તિની પૂરણ વ્યક્તિ થાય તેવી અંતર-એકાગ્રતાને પ્રભાવના કહે છે.
અહા! કહે છે-ભગવાન! તું કોણ છો? અહાહા...! સ્વરૂપથી જ પ્રભુ તું પૂરણ પરમેશ્વર છો. અહા ! તો તારી પરમ ઇશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી, વિકસિત કરવી તેનું નામ પ્રભાવના છે. આ બહારમાં શ્રીમંતો ઘણા પૈસા ખર્ચને પ્રભાવના થઇ ગઇ એમ માને તો અહીં કહે છે કે પ્રભાવનાનું એવું સ્વરૂપ નથી.
ભગવાન આત્મા “શ્રી” નામ સ્વરૂપલક્ષ્મી ચૈતન્યલક્ષ્મીવાળો છે. અહા ! અનંત અનંત શક્તિથી યુક્ત એવા અનંતગુણનો ભંડાર પ્રભુ આત્મા શ્રીમંત છે. અહા ! આવા આત્માની સમસ્ત શક્તિઓને પૂરણતા સુધી પ્રગટ કરવી-વિકસાવવી તેનું નામ પ્રભાવના છે. હવે કહે છે
માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કહે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે.'
જોયું? શું કહ્યું આ? કે પોતાનું જે જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે તેમાં એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરવાથી શક્તિની પ્રગટતા થાય છે, શક્તિનો પર્યાયમાં વિકાસ થાય છે અને તેનું નામ પ્રભાવના છે. અહા! શુદ્ધ ચિતૂપસ્વરૂપ નિજ સ્વરૂપમાં અંતર-એકાગ્ર થઇને આત્મલીન સમસ્ત શક્તિઓની પ્રગટતાને વિકાસ કરવાં તે પ્રભાવના છે. હવે આવી વાત લોકોને આકરી લાગે છે પણ શું થાય? બહારની ક્રિયામાં, વ્રતાદિ પુણ્યની ક્રિયામાં લોકો પ્રભાવના થવાનું માને છે પણ એમ છે નહિ.
પણ પુણ્ય કરતાં કરતાં નિશ્ચય થાય ને? સમાધાન- ત્રણકાળમાંય ન થાય. જ્યાં પોતાનું ચૈતન્યનિધાન પડયું છે ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com