________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ૨. હું પૂરણ છું એમ પૂર્ણની ભાવના હોવાથી તેને પરની-રાગની કાંક્ષા નથી તે નિઃકાંક્ષિત ગુણ છે.
૩. પૂર્ણ સ્વભાવની ભાવના વર્તતી હોવાથી તેને પર પદાર્થોમાં ઇષ્ટ–અનિષ્ટપણું નહિ ભાસતું હોવાથી પર પદાર્થો પ્રતિ તેને દુર્ગા કે દ્વેષ નથી. પર પદાર્થો તો માત્ર યપણે છે એમ જાણતાં જ્ઞાનીને દ્વેષ નહિ હોવાથી નિર્વિચિકિત્સા ગુણ છે.
૪. ધર્મીને પર પદાર્થો પ્રતિ અયથાર્થબુદ્ધિ નથી. પર પદાર્થો-ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર ઇત્યાદિ મારાં છે એમ માનવું તે અયથાર્થબુદ્ધિ અર્થાત્ મૂઢતા છે. જ્ઞાનીને મૂઢતા નથી તેથી તેને અમૂઢદષ્ટિ ગુણ છે.
૫. ધર્મી જીવ દોષને ગોપવે છે અને શક્તિને આત્મશક્તિને વધારે છે તેથી તેને ઉપગૂઠન કે ઉપવૃંહણ ગુણ છે.
૬. પોતાના સ્વભાવમાંથી શ્રુત થવાનો પ્રસંગ બનતાં તે પોતાને પોતાના સ્વભાવમાં શુદ્ધ રત્નત્રયમાર્ગમાં જ સ્થિત કરી દે છે તેથી તેને સ્થિતિકરણ ગુણ છે.
૭. પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેનાં જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણરૂપ જે માર્ગ છે તે માર્ગની જ એને પ્રીતિ છે તેથી તેને વાત્સલ્યગુણ છે. ધર્મીને રાગનો વ્યવહારરત્નત્રયનો પ્રેમ હોતો નથી. એને પર પ્રત્યેનો પ્રેમ સર્વાશ ઊડી ગયો હોય છે, કેમકે પરથી પોતાને લાભ થવાનું તે માનતો નથી.
તો શું દેવ-શાસ્ત્ર-ગુરુથી ય લાભ નથી ?
સમાધાનઃ- પરથી ધૂળેય લાભ નથી સાંભળને. અરે ભાઈ! એનાથી લાભ માનતાં નુકશાનનો પાર નથી. મૂઢ પુરુષ જ દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરથી લાભ માને છે. અરે ભાઈ ! લાભ તો જ્યાં અનંત રિદ્ધિ પડી છે ત્યાં દષ્ટિ કરવાથી થાય કે પરમાં દષ્ટિ દેવાથી થાય? શું પરમાં આ આત્મા-ચીજ છે? (કે પરથી લાભ થાય?) અહો ! ભગવાનની આ જાહેર ઢંઢેરો છે કે સ્વાશ્રયે સુખ ને પરાશ્રયે દુઃખ છે. માટે હે ભાઈ ! પરાશ્રયથી પાછો વળ અને જ્યાં અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ આત્મા છે ત્યાં જા ને ત્યાં રતિ કર, ત્યાં પ્રેમ કર. આનું નામ વાત્સલ્ય ગુણ છે.
બહારમાં કોઇ જાણે કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરું તો મુક્તિ થઇ જાય. પણ બાપ ! ધર્મનું ને મુક્તિનું એવું (પરાશ્રયરૂપ) સ્વરૂપ જ નથી. માટે બાપુ ! તું ત્યાંથી (પહેલાં પરથી લાભ છે એવી માન્યતાથી) પાછો વળ અને સ્વરૂપમાં એકાગ્ર થઈ ત્યાં જ રતિ પામ કે જ્યાં ત્રણ લોકનો નાથ ચિદાનંદકંદ પ્રભુ સદા પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે.
૮. હવે આ છેલ્લી પ્રભાવનાની વાત છે. તો કહે છે-જ્ઞાની સમસ્ત જ્ઞાનશક્તિની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com