________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૨૯
સમયસાર ગાથા-૨૩૬ ]
(મંવાઝાન્તા) रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृम्भणेन।
ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવા.
આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે-જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે. ૧. જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડ, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂઠુન ગુણ હોય છે. ૫. જે સ્વરૂપથી શ્રુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્દભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (–શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.
સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ (-નિર્જરા સમાન જ) જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધારૂપ નથી, નિર્જરારૂપ જ છે. જેવી રીતે-કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે, તેવી જ રીતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com