________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૫ કોણ રાખી શકે? દેહને જે સમયે છૂટવાનો કાળ હોય તે સમયે તેને કોણ રાખી શકે ? બાપુ! જગતમાં કોઈ શરણ નથી હોં. જુઓને! અંદર રાણીઓ ચિત્કાર કરી પોકારે કે-હે શ્રીકૃષ્ણ! અમને કાઢો, અમને કાઢો ! પણ કોણ કાઢ? બાપુ! ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ એ બધું જોતા રહી ગયા.
શ્રીકૃષ્ણ બળદેવને-મોટાભાઈને પોકાર કરે છે કે-“ભાઈ ! હવે આપણે કયાં જઈશું? આ દ્વારિકા તો ખાખ થઈ ગઈ છે, ને પાંડવોને તો આપણે દેશનિકાલ કર્યા છે. હવે આપણે કયાં જઈશું? ત્યારે બળદેવ કહે છે-આપણે પાંડવો પાસે જઈશું; ભલે આપણે તેમને દેશનિકાલ કર્યા, પણ તેઓ સજ્જન છે. અહા ! સમય તો જુઓ ! જેની દેવતાઓ સેવા કરે તે વાસુદેવ પોકાર કરે છે કે આપણે ક્યાં જઈશું? ગજબ વાત છે ને!
હવે તે બન્ને કૌસંબી વનમાં પહોંચ્યા. ત્યારે થાકેલા શ્રીકૃષ્ણે કહ્યું “ભાઈ હવે એક ડગલુંય આગળ નહિ ચાલી શકું.” જુઓ આ શ્રીકૃષ્ણ પોકારે છે! ત્યારે બળભદ્ર કહ્યુંતમે અહીં રહો, હું પાણી ભરી લાવું.' પણ પાણી લાવે શામાં? બળભદ્ર પાંદડાંમાં સળી નાખીને લોટા જેવું બનાવ્યું-અને પાણી લેવા ગયા. હવે શું બન્યું? એ જ કે જે ભગવાનની દિવ્યધ્વનિમાં આવ્યું હતું. ભગવાનની વાણીમાં આવ્યું હતું કે જરકુમારના હાથે શ્રીકૃષ્ણનું મોત થશે. એટલે તો તે બિચારો બાર વરસથી જંગલમાં રહેતો હતો. શ્રીકૃષ્ણ ત્યાં પગ પર પગ ચઢાવીને સૂતા હતા. જરકુમારે દૂરથી જોયું કે આ કોઈ હરણ છે. એટલે હરણ ધારીને તીર માર્યું. તીર શ્રીકૃષ્ણને વાગ્યું. નજીક આવીને જુએ છે તો તે ખેદખિન્ન થયો અને કહેવા લાગ્યો-“અહા! ભાઈ ! તમે અહીં અત્યારે? બાર વરસથી હું જંગલમાં રહ્યું છે છતાં મારે હાથે આ ગજબ ! અરે ! કાળો કેર થઈ ગયો! મારે હવે કયાં જવું?' શ્રીકૃષ્ણે કહ્યું-“ભાઈ ! લે આ કૌસ્તુભમણિ, ને પાંડવો પાસે જજે. તેઓ તને રાખશે કારણ કે આ મારું ચિન્હ છે. (કૌસ્તુભમણિ બહુ કિંમતી હોય છે અને તે વાસુદેવની આંગળીએ જ હોય છે.)
જરકુમાર તો ત્યાંથી વિદાય થઈ ગયો અને અહા! શ્રીકૃષ્ણનો દેહ છૂટી ગયો ! રે ! કસુંબી વનમાં શ્રીકૃષ્ણ એકલા મરણાધીન! કોઈ ત્યાં શરણ નહિ. બાપુ! એ અપદમાં શરણ કયાં છે? પ્રભુ! વાસુદેવનું પદ પણ અપદ છે, અશરણ છે. તેથી તો આચાર્યદેવે ઊંચેથી પોકારીને કહ્યું કે અહીં આવ, અહીં આવ જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ નિજરસની અતિશયતા વડ સ્થિરભાવને પ્રાપ્ત છે.
* કળશ ૧૩૮ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પહેલાં દષ્ટાંત કહે છે-“જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com