________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
કહે છે-ભગવાન આત્મા અંદર સ્થાયીભાવ-સ્થિર નિત્ય છે. આવું ત્રિકાળી ધ્રુવધામ પ્રભુ આત્મા તારું નિજપદ છે. કહે છે-સર્વ અપદથી છૂટી અહીં નિજપદમાં આવી જા; તેથી તું જન્મ-મરણથી રહિત થઈ જઈશ. જેમ પૂરણપોળી ઘીના રસમાં તરબોળ હોય છે તેમ ભગવાન આત્મા ચિદાનંદરસથી તરબોળ ભર્યો પડયો છે. તેમાં દષ્ટિ કરી અંદર નિવાસ કર; તેથી તારી પર્યાયમાં પણ આનંદરસ ટપકશે. ભાઈ! આ ચૈતન્યપદ છે તે તારું ધ્રુવપદ છે. તેને ભૂલીને તું અપદમાં કયાં સૂતો છે પ્રભુ? જાગનાથ! જાગ; અને આવી જા આ ધ્રુવપદમાં; તને મોક્ષપદ થશે.
વિશેષ ખુલાસો કરે છે કે-‘શુદ્ધ-શુદ્ધ ’–એમ શુદ્ધ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ-બન્નેની શુદ્ધતાને સૂચવે છે; અર્થાત્ દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. જુઓ, ભાવવાન દ્રવ્ય તો શુદ્ધ છે, ભાવવાનનો ભાવ પણ શુદ્ધ છે. આ ભાવ એટલે પુણ્ય-પાપના ભાવ એમ નહિ, એ તો અશુદ્ધ, મલિન ને દુઃખરૂપ છે. ભાવવાન ભગવાન આત્માનો ભાવ તો શુદ્ધ જ્ઞાન, આનંદ આદિ છે અને તે તારી ચીજ છે, સ્થાયીભાવને પ્રાપ્ત છે અર્થાત્ અનાદિ-અનંત સ્થિરરૂપ છે; એમાં હલ-ચલ છે નહિ. અહા ! પ્રભુ! આવું તારું ધ્રુવધામ છે ને! માટે પરધામને છોડી સ્વધામમાં-ધ્રુવધામમાં આવી જા.
હવે દ્રવ્ય-ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્યદ્રવ્યોથી ભિન્ન હોવાને કારણે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને ૫૨ના નિમિત્તથી થવાવાળા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. જુઓ, પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય છે માટે ‘પોતાના ભાવો’ કહ્યા છે, પણ તે જ્ઞાનાદિની જેમ પોતાના ભાવો છે નહિ. આવું! હવે કોઈ દિ વાંચનશ્રવણ-મનન મળે નહિ ને એમ ને એમ ધંધા-વેપા૨માં અને સ્ત્રી-પુત્ર-પરિવા૨માં મશ્કુલ-મત્ત રહે છે પણ ભાઈ! એ તો તું પાગલ છો એમ અહીં કહે છે. પ્રભુ! તું કયાં છો? ને કયાં જા' છો? તારી તને ખબર નથી! પણ ભાઈ! જેમ વેશ્યાને ઘરે જાય તે વ્યભિચારી છે તેમ રાગમાં અને પરમાં જાય તે વ્યભિચારી છે. ભાઈ! જે પોતાની ચીજ નથી તેને પોતાની માનવી તે વ્યભિચાર છે. સમજાણું કાંઈ...?
જુઓ, દેવે દ્વારિકા નગરી શ્રીકૃષ્ણ માટે રચી હતી. અહા! જેને સોનાના ગઢ અને રતનના કાંગરા-એવી તે મનોહર નગરી જ્યારે ભડકે બળવા લાગી ત્યારે લાખો-કરોડો પ્રજા તેમાં ભસ્મ થઈ ગઈ પણ કોઈ તેને બચાવવા ન આવ્યું. તે સમયે શ્રીકૃષ્ણ ને બળદેવ પોતાના માતા-પિતાને રથમાં બેસાડીને બહાર કાઢવા લાગ્યા ત્યારે ઉપરથી ગેબી અવાજ આવ્યો કે-માબાપને છોડી દો, તમારા બે સિવાય કોઈ નહિ બચે, મા-બાપ નહિ બચે. અહા ! જેની હજારો દેવતા સેવા કરતા હોય તે શ્રીકૃષ્ણ અને બળદેવ મા-બાપને ભસ્મીભૂત થતા જોઈ રહ્યા પણ તેમને બચાવી શકયા નહિ; માત્ર વિલાપ કરતા જ રહી ગયા. અરે ભાઈ! નાશવાન ચીજને તેના નાશના કાળે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com