________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહા...! એક જ્ઞાયકભાવ એને કહીએ કે જેમાં પ્રમત્ત કે અપ્રમત્ત પર્યાયના ભેદ નથી. અહાહા...! એકલા જ્ઞાયકરસ-ચૈતન્યરસનું દળ ચિન્માત્રસ્વરૂપ એવો એક જ્ઞાયકભાવ પ્રભુ આત્મા છે. આવો એક જ્ઞાયકભાવ જેને પોતાનો છે તે જ્ઞાની છે અને તે જ્ઞાનીને, જે નાના દ્રવ્યોના સ્વભાવો છે એવા રાગદ્વેષમોહનો કર્તા-ભોક્તાપણાના ભાવોનો નિષેધ છે. આવો મારગ છે; આકરો પડે તોય એમાં બીજું શું થાય? મારગ તો આ એક જ છે. શ્રીમમાં આવે છે ને કે
'
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ’
અહાહા...! શું ગાથા છે! એક ગાથામાંય કેટલું ભર્યું છે! ગાથાએ-ગાથાએ આખા સમયસારનો સા૨ ભરી દીધો છે; અને એવી ૪૧૫ ગાથા !! અહો ! સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે.
કહે
છે–સંસા૨સંબંધી કર્તાપણાનો ભાવ રાગદ્વેષાદિ
અને શરીરસંબંધી ભોક્તાપણાનો ભાવ સુખદુઃખાદિ કલ્પના-એ બધાયમાં જ્ઞાનીને રાગ નથી, રુચિ નથી. જેને શુદ્ધ જ્ઞાયકની રુચિ જાગી તેને રાગની રુચિ રહેતી નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને રાગની રુચિ છે તેને ભગવાન આત્માની-જ્ઞાયકની રુચિ હોતી નથી અને જેને જ્ઞાયકની રુચિ થઈ જાય તેને રાગની રુચિ રહેતી નથી. બીજી રીતે કહીએ તો શાયકભાવમાં રાગનો અભાવ છે અને રાગમાં શુદ્ધ જ્ઞાયકભાવનો અભાવ છે.
પ્રશ્ન:- અત્યારે પણ ?
ઉત્ત૨:- હા, અત્યારે પણ અને ત્રણે કાળ; કેમકે રાગ છે એ તો આસ્રવ છે. શું આસવભાવ જ્ઞાયકપણે છે? જો આસવ જ્ઞાયકભાવપણે હોય તો નવ તત્ત્વ ભિન્ન ભિન્ન રહેશે કેવી રીતે ? છઠ્ઠી ગાથામાં ટીકાકારે ને ભાવાર્થકારે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કેશુભાશુભભાવના સ્વભાવે જ્ઞાયક થઈ જાય તો તે જડ થઈ જાય; કારણ કે શુભાશુભભાવ છે તે જ્ઞાનસ્વભાવથી રિક્ત-ખાલી છે. ભાઈ! રાગ છે તે પોતાને જાણે નહિ, જોડે જ્ઞાયક છે તેને પણ જાણે નહિ; એ તો બીજા દ્વારા જાણવામાં આવે છે. માટે રાગ અચેતન જડ છે, અજીવ છે; જ્ઞાયકમાં એનો પ્રવેશ નથી. આવો એક શાયકભાવ છે, જે જ્ઞાનીનું સ્વ છે. કહ્યું ને અહીં કે‘ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને...' છે કે નહિ પુસ્તકમાં ? પુસ્તક તો સામે રાખ્યું છે બાપા! કયા શબ્દનો શું ભાવ છે તે તો જાણવો જોઈએ ને ? આ સંસારના ચોપડા મેળવે છે કે નહિ? તો આ ભગવાન શું કહે છે તે મેળવને બાપુ!
પ્રશ્ન:- પણ આ ઉકેલતાં (વાંચીને સમજતાં) ન આવડે તેનું શું કરવું?
સમાધાનઃ- શું ઉકેલતાં ન આવડે? અરે! કેવળજ્ઞાન લેતાં આવડે એવી એનામાં શક્તિ છે. શક્તિ છે અને એને પ્રગટ કરે એવું સામર્થ્ય પણ છે. અંતઃ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com