________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
જેમ સાકર એક મીઠાશના સ્વભાવથી ભરેલી છે, જેમ મીઠું એકલા ખારાપણાના સ્વભાવથી ભરેલું છે તેમ ભગવાન આત્મા એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકસ્વભાવથી ભરેલો છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં અને તેમાં જ સ્થિર થતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે; જ્ઞાની તે મહાસ્વાદને અનુભવે છે. આવું લોકોએ કોઈ દિ' સાંભળ્યુંય ન હોય, પ્રભુ! તું કોણ છો તેની તને ખબર નથી બાપુ! પણ તું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પદાર્થ છો. તેનો પર્યાયમાં સ્વીકાર કરતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે જેની આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને હજારો-ક્રોડો અપ્સરાઓના ભોગ સડેલાં મીંદડાં જેમ દુર્ગંધ મારે તેવા દુર્ગંધમય લાગે છે. અહો! આવો ચૈતન્યમહાપ્રભુનો આસ્વાદ અદ્ભુત અલૌકિક છે!
કહે છે-અતીન્દ્રિય આનંદ રસનો રસિયો એવો જ્ઞાની દ્વંદ્ગમય સ્વાદ લેવામાં અસમર્થ છે; એટલે કે ત્રણ બોલનો એને સ્વાદ નથી.
૧. રંગ, રસ, ગંધ, સ્પર્શનો સ્વાદ લેવામાં અર્થાત્ રૂપાળો સુંદર દેહ હોય વા અન્ય ભોજનાદિરૂપી પદાર્થો હોય તેનો સ્વાદ લેવામાં તે અસમર્થ છે એટલે કે અયોગ્ય છે. જડનો–ધૂળનો સ્વાદ તેને હોઈ શકતો નથી.
૨. રાગનો-પુણ્ય-પાપના શુભાશુભભાવોનો જે કષાયલો દુઃખમય સ્વાદ છે તે સ્વાદ લેવા તે અસમર્થ છે અર્થાત્ તેવો સ્વાદ તેને આવતો નથી.
૩. ક્ષયોપશમાદિ જ્ઞાનના જે ભેદો તે ભેદનો પણ સ્વાદ તેને હોતો નથી. પર્યાયમાં જે જ્ઞાનનો વિકાસ છે તે ભેદ છે અને તે ભેદનો સ્વાદ જ્ઞાનીને આવતો નથી. અહા... હા... હા...! જેને અરસ, અરૂપ, અગંધ, અરાગ, અભેદ એવા ચૈતન્યમહાપ્રભુનો સ્વાદ પ્રગટ હોય તેને રસ-રૂપ, ગંધ, ભેદ અને રાગનો દ્વંદ્વમય સ્વાદ કેમ હોય ? ન હોય. અહા ! મારગ બાપુ! આવો છે. અરે! આ અવસરે મારગનું જ્ઞાનેય ન કરે ને શ્રદ્ધાનેય ન કરે તો કયાં જઈશ પ્રભુ! કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ હોં. (પછી અનંતકાળે અવસર નહિ આવે ).
તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પદ્વા૨ વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું વિધાન છે તે કેવી રીતે છે?
સમાધાનઃ- સ્વાનુભવની નિર્વિકલ્પ દશા થવા પહેલાં સ્વ-૫૨ના ભેદજ્ઞાન-સંબંધી વિકલ્પ ઉઠતા હોય છે તથા એના વિચાર પણ છૂટી ‘હું શુદ્ધ છું, એકરૂપ ચિદ્રૂપસ્વરૂપ છું’ એવા સ્વરૂપ સંબંધી સૂક્ષ્મ વિકલ્પ થતા હોય છે અને પછી તે વિકલ્પ પણ છૂટી પરિણામ સ્વરૂપમાં મગ્ન થઈને સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. આવી સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની દશા જે પ્રગટે તેમાં કાંઈ વિકલ્પનો સ્વાદ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com