________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૩
જુઓ, અગ્નિથી પાણી ગરમ થતું નથી, કેમકે અગ્નિ તે ભિન્ન ચીજ છે ને પાણી છે તે ભિન્ન ચીજ છે. આમ હોતાં અગ્નિથી પાણી કેમ ગરમ થાય? પ્રત્યેક દ્રવ્યનો સ્વકાળ છે અને તે સ્વતંત્રપણે કર્તા થઈને તે તે પર્યાયને કરે છે. તેમાં અન્ય વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે અર્થાત્ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નથી. ભાઈ ! આ વાત અક્ષરે-અક્ષર સત્ય છે, ૫૨મ સત્ય છે.
અહીં કહે છે–જ્યારે વેદકભાવ હોય છે અર્થાત્ સામગ્રીને ભોગવવાનો કાળ હોય છે ત્યારે વેધભાવ-વાંછા કરનારો ભાવ હોતો નથી; અને જ્યારે વેધભાવ-વાંછાનો કાળ હોય છે ત્યારે વેદકભાવ-ભોગવવાનો કાળ હોતો નથી; ઇચ્છાના કાળે અનુભવનો કાળ હોતો નથી.
જુઓ, નેમિનાથ ભગવાને સ્નાન કર્યા પછી એક વાર શ્રીકૃષ્ણની રાણી રૂકમણિને કહ્યું કે-કપડાં ધોઈ નાખો. ત્યારે રૂકમણએ કહ્યું-અમે કાંઈ તમારી સ્ત્રી નથી તે તમે હુકમ કો ને અમે કપડાં ધોઈ નાખીએ. એવું હોય તો પરણી જાઓ ને! આમ વાતચીત કરતાં કરતાં પરણવાનું ખૂબ કહ્યું ત્યારે ભગવાને ‘ઓમ્’–એમ કહ્યું. શું? હા, એમ નહિ, પણ ‘ ઓમ્ '–એટલે કે સ્વીકા૨વાની વૃત્તિ આવી. તેઓ તો સમકિતી હતા. એટલે આ લઉં ને આ ભોગવું-એમ કર્તાબુદ્ધિ કયાં હતી? પણ લગ્નની હા પાડી એટલે સાધારણ ( અસ્થિરતાની) વૃત્તિ-વાંછા આવી. હવે વાંછા આવી ત્યારે વેદકભાવ નથી, અને જ્યારે લગ્ન કરવા ગયા અને જ્યાં પશુને જોયાં ત્યાં થયું કે આ શું? અમારા લગ્ન પ્રસંગથી આ પ્રાણીઓનો વધ? આમ જે વૃત્તિ-ઇચ્છા હતી તે રહી નહિ. જોયું ? લગ્ન કરવા ગયા પણ ‘સાથિ! રથ પાછો હાંક'–એમ કહ્યું. તો વૃત્તિ થઈ ત્યારે વેદકભાવ લગ્નપ્રસંગ નહોતો અને લગ્નપ્રસંગ આવ્યો ત્યારે વૃત્તિ વિણસી ગઈ. પછી તો એકદમ પોતાને વૈરાગ્ય થઈ ગયો.
જુઓ, આ તો તીર્થંકર અને ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાં આટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા; કેમકે એમ કાંઈ તરત ચારિત્રપદ આવી જાય એવું થોડું છે ? ભગવાન ઋષભદેવે પણ ૮૩ લાખ પૂર્વ સમકિતમાં ગાળ્યાં હતાં. ભગવાન મહાવીરે પણ સમકિતમાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં, અને પછી બાર વર્ષ દીક્ષામાં (મુનિદશામાં ) ગાળ્યાં હતાં, ત્રીસ વર્ષ તેમને અરિહંતદશા રહી અને પછી ૭૨ વર્ષે મોક્ષ પામ્યા.
પ્રશ્ન:- પણ સમ્યગ્દષ્ટિએ ચારિત્ર ને ત્યાગનો મારગ તો ગ્રહણ કરવો જોઈએ ને ?
ઉત્ત૨:- હા; પરંતુ ભાઈ! ક્યો ત્યાગ ? રાગના ત્યાગનો મારગ તો અંદર છે અને તે સમકિતીને સમકિતની સાથે જ અભિપ્રાયમાં અંદર પ્રગટ થયો છે. અને અસ્થિરતાના ત્યાગનો મારગ ( ચારિત્ર) તો અંદર સ્થિરતાના અભ્યાસ વડે તેના
ર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com