________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છતાંય કહે છે કે તેને વિભાવભાવનો વેધ–વેદકભાવ નથી. ધર્મીને તો સ્વભાવભાવની દષ્ટિ હોવાથી સ્વભાવની એકાગ્રતાનું વેધ–વેદકપણું હોય છે. અહાહા...! વેદવાયોગ્ય પોતે અને વેદવાનો ભાવ પણ પોતે. અહીં જે વેધ-વેદમની વાત છે એ તો વિભાવના વેધવેદની વાત છે. અહાહા..! સ્વરૂપનો-નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો તે...
પ્રશ્ન- સ્પર્શ થયો એટલે શું?
ઉત્તર- સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન-જ્ઞાન કરે છે, પણ તે કાંઈ દ્રવ્યમાં ભળી જઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન કરતી નથી, અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં આવતું નથી, પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું-દ્રવ્યના સામર્થ્યનું જ્ઞાન ને શ્રદ્ધાન આવે છે. આ પ્રમાણે અહાહા....! જેને નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે ધર્મીને વાંછા-આને હું ભોગવું, વા મને આ હો-એવી વાંછા થતી નથી; કેમકે વાંછાના કાળને અને જે વાંછયું છે તેના ભોગના-સામગ્રીને ભોગવવાના-કાળને ભેદ છે, એનો મેળ થતો નથી. સમજાણું કાંઈ....?
આજકાલ સામયિકોમાં ચર્ચા આવે છે કે નિમિત્ત અકિંચિત્કર છે; માટે, પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી. ભાઈ ! આ વાત ભલે શાસ્ત્રમાં ન નીકળે, પણ ન્યાય તો આવો નીકળે છે કે નહિ? પહેલાં આવો દાખલો ન હતો એટલે શાસ્ત્રમાં મળે નહિ, પરંતુ તત્ત્વ તો આમ છે કે નહિ? પેટ્રોલથી મોટર ચાલે નહિ કેમકે પેટ્રોલ ભિન્ન ચીજ છે ને પરમાણુની ગતિ ભિન્ન ચીજ છે. ભિન્ન ચીજ ભિન્નનું કાર્ય કેમ કરે? હા, નિમિત્ત હો, પણ ઉપાદાનમાં તે કાર્ય કરે છે વા વિલક્ષણતા પેદા કરે છે એમ છે નહિ. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહિ એ તો અચલિત સિદ્ધાંત છે. જો નિમિત્ત પરમ ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્ત રહે જ નહિ. માટે નિમિત્ત પરમાં અકિંચિકર છે એ યથાર્થ છે.
પ્રશ્ન:- આપ કહો છો કે પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી, પણ જોવામાં તો એમ આવે છે કે-મોટર પેટ્રોલથી ચાલે છે, પેટ્રોલ ન હોય તો તે ન ચાલે.
ઉત્તર- અરે ભાઈ ! તું સંયોગને જ જુએ છે. પણ રજકણની-સ્કંધમાં જે રજકણો છે તે પ્રત્યેક રજકણની-પર્યાય તે કાળે (ગતિના કાળે) અકાળે સ્વતંત્ર પોતાથી થાય છે. આવું જ સ્વરૂપ છે. માટે, મોટરની ગતિ પેટ્રોલથી થાય છે એમ છે નહિ. (મોટરની સ્થિતિના કાળમાં પણ રજકણોનું એવું જ સ્થિતિરૂપ સ્વતંત્ર પરિણમન હોય છે). વાત તો આ ખરી છે. આ તો તત્ત્વનું સ્વરૂપ સમજાવવા દાખલો આપ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com