________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪ ]
થન રત્નાકર ભાગ-૭ સ્વકાળે પ્રગટ થાય છે. બાકી બહારનો ત્યાગ એ કાંઈ વાસ્તવિક મારગ નથી.
જુઓ, આ ભાવ (વિભાવભાવનું વેધ-વેદકપણું ) શ્રી નેમિનાથ ભગવાનને લાગુ ન પડે. આ તો ન્યાય દર્શાવ્યો છે. બાકી જે વૃત્તિ આવી તેના પણ તેઓ તો જ્ઞાતા જ છે, કર્તા નહિ. અહાહા...! જરા વૃત્તિ આવી ને લગ્નની હા પાડી તોપણ તેઓ તો તે વૃત્તિના જ્ઞાતા જ છે. સમજાણું કાંઈ?
અહીં તો જ્ઞાનીને વેધ-વેદકભાવની વિભાવભાવોની ભાવના હોતી નથી એમ વાત છે. કેમ હોતી નથી ? કેમકે વેધભાવ ને વેદકભાવને કાળભેદ છે, એનો કોઈ મેળ નથી. કોઈ માનો ન માનો, મારગ તો આવો છે. બાપા! પંડિત શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં કહ્યું છે કે
અત્યારે આગમ પ્રમાણે જે સમ્યકશ્રદ્ધાન જોઈએ તે કયાંય મને દેખાતું નથી.
તેમ જ સમ્યક શ્રદ્ધાન-સમ્યગ્દર્શન આમ જ થાય એમ પ્રરૂપણા કરનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. બે વાત.
વળી જો હું સમ્યગ્દર્શનની-નિશ્ચયની વાત કરવા જાઉં છું તો સીધું મોઢે કોઈ સાંભળતું નથી. ત્રણ વાત.
તેથી હું આ લખી જાઉં છું કે-મારગ તો આ જ છે ભાઈ ! ૨૫૦ વર્ષ પહેલાં દીપચંદજી આમ લખી ગયા છે. પહેલાં કરતાં અત્યારે કાંઈક ફેર છે; કેમકે આ જીવ (પૂ. ગુરુદેવનો જીવ) અમુક જાતનું (તીર્થકરનું ) દ્રવ્ય છે ને? તેથી તેને તેવી જાતના વિશેષ પુણ્યનો યોગ છે. તો કહીએ છીએ કે મારગ તો આજ છે કે જેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. માટે હે ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કર; પોતાના સ્વરૂપનો સ્વાનુભવ કરીને નિર્ણય કર.
‘નઃિ ફાઈન [HIM' –એમ પાંચમી ગાથામાં છે ને? અહાહા..! પાંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદ કહે છે કે હું એકત્વ-વિભક્ત આત્માને મારા નિજ વૈભવથી બતાવું છું અને જો હું બતાવે તો તે અનુભવથી પ્રમાણ કરજે. માત્ર “હા પાડ” એમ નહિ, પણ સ્વાનુભવથી પ્રમાણ કરજે એમ કહે છે. અહાહા..! શું દિગંબર સંતોની વાણી ! અને તેમાં પણ શ્રી કુંદકુંદાચાર્ય!!!
પ્રશ્નઃ- આપ એકલા કુંદકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યોનું બલિદાન થઈ જશે?
સમાધાનઃ- અરે ભાઈ ! તું શું કહે છે આ? શું આનો અર્થ આમ થાય? ભાઈ ! જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે. પરંતુ ભાઈ ! જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે. ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દ અપાર ગાંભીર્ય અને સ્પષ્ટતા ભાસ્યાં તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com