________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૧
વેપારધંધો ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષયભોગમાં-એકલા પાપમાં ચાલ્યો જાય એને બિચારાને આ સમજવાનો અવસર કયાંથી મળે? એમાંય વળી પાંચ-પચીસ લાખ એકઠા થઈ જાય તો ફૂલાઈ જાય કે-ઓહો! હું સુખી થઈ ગયો! ધૂળેય સુખી નથી થયો સાંભળને ભાઈ! જો આની (તત્ત્વજ્ઞાનની) સમજણ ન કરી તો ફેરો વ્યર્થ જશે ભાઈ ! (એમ કે અનંતકાળે પ્રાસ મનુષ્યભવ નિષ્ફળ જશે ).
અહા! પ્રભુ! તને ધર્મ કેવી રીતે થાય? તો કહે છે-અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાત્મા છે. તેની સન્મુખતા કરી, તેમાં એકાગ્ર થઈને અનુભવ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે ધર્મ છે. અહા! આવો જેને અંતરમાં ધર્મ પ્રગટ થયો છે તે ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો ધર્મી છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની તો ઊંચી વાત છે. આ વાડાના શ્રાવક તે શ્રાવક નહિ હોં; આ તો આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને શાંતિ-શાંતિશાંતિ-એમ વિશેષ શાંતિની ધારા અંદર જેને પ્રગટી છે તે પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક ઊંચા દરજ્જાનો ધર્મી છે. અને મુનિરાજ? અહા! મુનિરાજ તો આત્માના જ્ઞાન-ધ્યાનમાં લીન એવા જાણે અકષાયી શાંતિનું ઢીમ છે. અહીં કહે છે- આવા ધર્મી જીવને કદાચિત્ પાપભાવ આવે છે પણ તેની એને ઇચ્છા નથી, પકડ નથી, કર્તાબુદ્ધિ નથી, એ તો કેવળ તેનો શાયક જ છે. રાગનું પરિણમન છે તે અપેક્ષાએ જ્ઞાન તેને જાણે છે કે ‘આ છે' બસ; આ મારો છે એમ નહિ. (અને જ્ઞાન એનું (-રાગનું) છે એમેય નહિ, જ્ઞાન તો ( જ્ઞાનમાં એકપણે છે.) ઓહો ! ગજબ વાત કરી છે! ‘બાળો તેન સો હોવિ’–એમ ચોથું પદ છે ને ? અહા ! આ તો ભગવાન કુંદકુંદની રામબાણ વાણી છે!
પ્રશ્ન:- આપ આ બધું કહો છો પણ અમારે કરવું શું?
સમાધાનઃ- અરે પ્રભુ! તારે શું કરવું છે ભાઈ ? ૫૨દ્રવ્યનું તો તું કાંઈ કરી શકતો નથી કેમકે ૫૨દ્રવ્યમાં તારો પ્રવેશ નથી. આ શરીર કે વાણીનું તું કાંઈ કરી શકે નહિ કેમકે એ જડ પદાર્થોમાં મારા ચૈતન્યનો પ્રવેશ નથી; અને પ્રવેશ વિના તું એનું શું કરે? પોતાની સત્તા, પ૨સત્તામાં પ્રવેશ કરે તો જ પોતે ૫૨નું કરે, પણ એમ તો ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ! આ શરીરનું હાલવું-ચાલવું થાય, ભાષા બોલવાનું થાય કે ખાવા-પીવાનું થાય-એ બધી જડની ક્રિયા જડના કારણે થાય છે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. રહી પુણ્ય-પાપ કરવાની વાત. પણ પુણ્ય-પાપના કરવાપણે તો ભગવાન! તું અનંતકાળથી દુઃખી છો, ચારગતિમાં રખડો છો. માટે પુણ્ય-પાપની રુચિ છોડી દે અને અંદર તું પોતે જ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ પ૨માત્મસ્વરૂપે પડયો છો તેની રુચિ કર, તેમાં એકાગ્ર થા; તને ધર્મ થશે, સુખ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com