________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો જેમાં આત્મપ્રાપ્તિ થાય તેને ધર્મ કહ્યો છે. અહા ! આવો ધર્મ જેને પ્રગટ થયો છે એવા જ્ઞાનીને અધર્મની-પાપભાવની પકડ હોતી નથી.
હવે કહે છે-“જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.'
અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમય આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ–આવું જેને અંતરમાં એક જ્ઞાયકભાવના લક્ષે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્દભાવ છે. અહીં કહે છે-એક જ્ઞાયકભાવના સભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા ! પાપના જે ભાવ થાય તેનો તે જાણવાવાળો જ છે. કેમ? કેમકે તેને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદભાવ છે અર્થાત્ તે શાકભાવના સ્વભાવે પરિણમી રહ્યો છે. આવી વાત ! ભાઈ ! આ પૈસા-બૈસા તો જરી પુણ્ય હોય તો મળી જાય છે, વિશેષ બુદ્ધિ ન હોય તોપણ પુણ્ય હોય તો પૈસા મળી જાય છે પણ અંતરપુરુષાર્થ વિના આત્મ-પ્રાતિ કે ધર્મ થવો સંભવિત નથી.
પ્રશ્ન- પણ બુદ્ધિ હોય તો પૈસા ખૂબ મળે ને?
ઉત્તર:- ભાઈ ! બુદ્ધિ હોય તો જ પૈસા મળે છે એમ નથી, પુણ્ય હોય તો પૈસાના ઢગલા થઈ જાય છે. જુઓને ! બહુ બુદ્ધિવાળાને માંડ બે હજારનો પગાર મેળવવામાં પસીનો ઉતરે છે જ્યારે બુદ્ધિના બારદાન, જડ જેવા મૂર્ખ હોય તે લાખો-કરોડો રૂપિયા કમાય છે. પણ એથી શું? પુણ્ય અને પુણ્યના ફળમાં શું છે? ( એમાં ધર્મ નથી, સુખ નથી). અહીં કહે છે કે જ્ઞાનીને પુણ્ય-પાપની રુચિ નથી. તેને તો જ્ઞાનમય ભાવમાં એ પુણ્ય-પાપનું જ્ઞાન જ છે. અહો! અલૌકિક માર્ગ છે! વીતરાગનો માર્ગ ભાઈ ! અંતરપુરુષાર્થ કરે એવા શૂરવીરને જ પ્રાપ્ત થાય છે. બીજે આવે છે ને કેહરિનો રે મારગ છે શૂરાનો, એ નહિ કાયરનાં કામ જો ને.
તેમ પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરનાં ત્યાં નહિ કામ જો ને. અહા! પુણ્યમાં ધર્મ માનવાવાળા કાયર-નપુંસકોનું અહીં વીતરાગમાર્ગમાં કાંઈ સ્થાન નથી; તેઓ પંચમહાવ્રતાદિ પાળે તો પણ તેમને ધર્મ-પ્રાપ્તિ નથી.
અહીં કહે છે-જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા ! ભાષા તો જુઓ! “કેવળ જ્ઞાયક જ' છે–એમ એકાન્ત કર્યું છે. આ સમ્યક એકાન્ત છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે ને? તો એને જે વિષય-વાસના આદિ પાપભાવ આવે છે તેનો તે કેવળ જ્ઞાતા જ રહે છે. હવે આખો દિ'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com