________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧૫
સમયસાર ગાથા-૨૧૫ ]
શું કીધું? કે જ્ઞાનીને અનાગત નામ ભવિષ્યના ઉપભોગની વાંછા જ નથી, કેમકે તેને ભવિષ્યમાં તો વર્તમાન એકાગ્રતાની પૂર્ણતારૂપ મોક્ષની જ વાંછા છે. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ હોવાથી અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણું પામતો નથી. અહાહા..જ્યાં રાગનો તેને પરિગ્રહ નથી ત્યાં લક્ષ્મી, કીર્તિ કે ચક્રવર્તીનો વૈભવ મને હો એવી પકડ તો તેને હોય જ કયાંથી ? આ પ્રમાણે જ્ઞાનીને ત્રણકાળ સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.
* ગાથા ૨૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે.” ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. એટલે તે ઉપભોગનો પરિગ્રહ જ્ઞાનીને નથી. વળી,
અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે ?
જોયું? સમકિતી-જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન ને આનંદની ભાવના કરે કે રાગની? ધર્મીને અનાગત ઉપભોગની વાંછા નથી. જેને તે વર્તમાનમાં હેયપણે જાણે તેની ભવિષ્યના ઉપભોગ માટે કેમ વાંછા કરે? ન કરે.
પ્રશ્ન- એ તો ઠીક; પણ હુમણાં પૈસાનું દાન કરીએ, ભક્તિ આદિ કરીએ; ધર્મ તો પછીના ભાવમાં કરીશું.
ઉત્તર:- અરે ભાઈ ! પૈસા શું તારા છે? અને તેનું દાન શું તું કરી શકે છે? પૈસા તો જડ, ધૂળ-માટી છે અને તે જડના છે. એ મારા છે અને તેનું દાન હું કરી શકું છું એવી માન્યતા તો મિથ્યાત્વ છે જે વડે સંસારની જ વૃદ્ધિ થાય છે. હવે આવું મિથ્યાત્વનું સેવન ક્યાં છે ત્યાં હવે પછીનો ભવ કેવો હશે? વિચાર કર ભાઈ ! (ધર્મ તો પછીના ભવમાં કરીશું એ તો શેખચલ્લીનો વિચાર છે.)
પ્રશ્ન:- પરંતુ દાનથી કંઈક ધર્મ તો થાય ને?
ઉત્તરઃ- ધૂળેય ધર્મ ન થાય સાંભળને. દાન-આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન-શુભભાવ છે ને એનાથી પુણ્ય થાય છે પણ ધર્મ નહિ. ભાઈ ! પરદ્રવ્યના લક્ષ જેટલો ભાવ થાય છે તે બધોય રાગ છે. એક સ્વદ્રવ્યના લક્ષે જ વીતરાગતા અર્થાત્ ધર્મ થાય છે. અહાહા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જ્યારે અમે છદ્મસ્થ મુનિ હતા ત્યારે અમને કોઈએ આહાર દીધો હતો તો તેને શુભભાવ હતો પણ ધર્મ નહીં; કેમકે પદ્રવ્યના આશ્રયે કયારેય ધર્મ થતો નથી, એક સ્વદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે–આ મહાસિદ્ધાંત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com