________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૯ ]
[ ૪૮૩ ભાવો..' –એમ છે કે નહિ? અહા ! એકલો જ્ઞાયકભાવમય-આનંદભાવમય પ્રભુ આત્મા છે. અહાહા...પર્યાય વિનાની પોતાની ચીજ જ આખી એક આનંદમય અને જ્ઞાનમય છે. અહા ! આવા નિજભાવનો સ્વામી ધર્માત્માને કર્મબંધ સંબંધી સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. અહો ! અજબ વાત છે !
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને સિદ્ધદશા તો છે નહિ? (એમ કે સિદ્ધદશા નથી તોય ચારેયનો અભાવ કેવી રીતે છે?).
સમાધાન:- ભાઈ ! સિદ્ધદશા જ છે સાંભળને! તેને આત્મા મુક્ત જ છે; અહાહા...! દષ્ટિમાં ને જ્ઞાનમાં સમ્યગ્દષ્ટિને તે મુક્તસ્વરૂપ જ જણાયો છે એમ વાત છે. અહા! મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું આવ્યું છે, પણ બંધપણું આવ્યું નથી. અહા ! “વત્તારિ વિ પાછિંરિ'–આ પાઠ છે ને? તો જ્ઞાનીની દષ્ટિમાં એ મિથ્યાત્વાદિ ચારેયનો અભાવ છે. | ‘વત્તારિ જીવ પાપ છે'—એમ કહીને ચારેયની હયાતીનો સમ્યક નામ સત્યદૃષ્ટિમાં અભાવ છે એમ કહે છે. અહાહા...! જેણે શુદ્ધ એક ચૈતન્યધાતુને ધારી રાખ્યું છે એવા શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્માનો જ્યાં સમ્યક નામ સતદષ્ટિમાં સ્વીકાર થયો છે અર્થાત્ આવું જે ધ્રુવ પૂરણ સ-અબદ્ધસ્વરૂપ સત, જ્ઞાયકભાવમય સત, આનંદભાવમય સત છે એનો જ્યાં દષ્ટિમાં સ્વીકાર થયો છે
ત્યાં હવે સમકિતીને “રાગ ને કર્મના સંબંધમાં હું છું' એવો સંદેહ કરનારા મિથ્યાત્વાદિ જે ભાવો છે તેનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ ! (એમ કે ઉપયોગને ઝીણો-સૂક્ષ્મ કરવો જોઈએ).
કહે છે-“સમ્યગ્દષ્ટિ,.................. મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.'
અહાહા...! સમ્યગ્દષ્ટિ નિઃશંક કેમ છે? અને તેને બંધન કેમ નથી? કેમકે તેણે એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મના સંબંધમાં હું છું એવી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખ્યા છે. તેથી તે નિ:શંક છે અને તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. અર્થાત્ કર્મ આવીને-દેખાવ કરીને-નિર્જરી જાય છે. આવો ધર્મ, લ્યો!
ત્યારે કોઈ વળી વિવાદ ઊભા કરે છે કે વ્યવહારથી (નિશ્ચય) થાય ને નિમિત્તથી પણ કાર્ય થાય.
અરે પ્રભુ! વસ્તુ આત્મા પૂર્ણ ચૈતન્યરૂપ શુદ્ધ વીતરાગસ્વરૂપ છે. તેને શું વ્યવહારથી-રાગથી વીતરાગદષ્ટિ થાય ? વીતરાગદષ્ટિનો વિષય તો પોતાની પરિપૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com