SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी। मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्।। પ્રારંભિક પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધ્વમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર. એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વદ્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોનાં સદભાગ્યે આજે પણ આ પરમાગમાં શ્રી અમચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે, મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોક્ત પરમાગમો તથા અન્ય પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મનાં મૂળભૂત સિદ્ધાંતોને અતિસ્પષ્ટરૂપે, અવિરુદ્ધતાપૂર્વક, ભવ્ય જીવોને ભવતાપવિનાશક પરમશાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા, તેઓશ્રી રેલાવતા રહ્યાં. સુષુપ્ત જેનશાસનમાં એક મહાન ક્રાંતિ ઉદય પામી. પરમાગમોને સમજવાનો જીવોને યથાર્થ દૃષ્ટિકોણ સાંપડ્યો. આ પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મનાં ગંભીર રહસ્યોને સમજતા થયા અને માર્ગાનુસારી બન્યા. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક, અનંત ઉપકાર છે. તેઓશ્રીના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે. અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો, જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચન રત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની હયાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીનાં સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સંવત્ ૨૦૩૭ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજઘાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર અમને-દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી, એકલવીર, મોક્ષમાર્ગને Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy