________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હવે શ્રોત્ર-કાન; આ કાન પણ જડની દશા છે. ભાઈ ! આ શ્રોત્ર-કાન છે તે જડ છે ને જ્ઞાનીને તેનો પરિગ્રહ નથી. કાન મારા છે ને હું કાન બરાબર છે તો સાંભળું છું વા કાનથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. ખરેખર સાંભળવાથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ.
પ્રશ્ન- કાન બહેરા થાય તો સાંભળવાનું મશીન રાખે છે ને?
સમાધાન - મશીન રાખે તોય શું? જ્ઞાન તો પોતાથી (–આત્માથી) થાય છે. જ્ઞાન શું તે મશીનથી કે ઇન્દ્રિયથી થાય છે? તે મશીન કે ઇન્દ્રિય શું આત્માના અવયવ છે? કે એનાથી જ્ઞાન થાય?) (એ તો જડ પદાર્થો બાહ્ય નિમિત્તમાત્ર છે ). સૂક્ષ્મ વાત છે ભાઈ ! આની યથાર્થ સમજણ વિના અનંતકાળથી તું ૮૪ ના અવતાર કરી કરીને મહા દુઃખી થયો છો. તને એની ખબર નથી પણ જો ને આ વાદિરાજ મુનિએ શું કહ્યું છે?
અહા! મુનિરાજ કહે છે-પ્રભુ! મેં ભૂતકાળમાં એકેન્દ્રિયાદિ તિર્યંચયોનિમાં અને નરકયોનિમાં એવા એવા અવતાર કર્યા છે કે એનું દુઃખ યાદ કરું છું તો મને આયુધની જેમ છાતીમાં કારમો ઘા વાગે છે. અહા ! આયુધની જેમ છાતીમાં વાગે એવું થાય છે. અહા! અજ્ઞાની પૈસા ને આબરૂ ને કુટુંબ-પરિવારને યાદ કર્યા કરે છે પણ એની યાદ તો એકલું પાપ છે. આ તો વાદિરાજ મુનિ કહે છે–અહા ! જનમ-જનમમાં જે દુઃખ થયાં તે પ્રભુ ! હું યાદ કરું છું તો આયુધ જેમ છાતીમાં વાગે એવું થઈ આવે છે. (મુનિરાજ આ પ્રમાણે વૈરાગ્યની ભાવના દઢ કરે છે).
આ વાદિરાજ મુનિને શરીરમાં કોઢ હતો. રાજાના દરબારમાં ચર્ચા થઈ કે મુનિરાજને કોઢ છે. તો ત્યાં કોઈ શ્રાવક હતો તેણે કહ્યું કે-અમારા મુનિરાજ નીરોગી છે, કોઢરહિત છે. પછી તે શ્રાવક વાદિરાજ મુનિ પાસે આવ્યો ને કહેવા લાગ્યો-મહારાજ! હું તો રાજા પાસે કહીને આવ્યો છું કે આપને કોઢ નથી. પણ હવે શું? મુનિરાજ કહે-ઠીક. પછી તો મુનિરાજે ભગવાનની સ્તુતિ ઉપાડી કે પ્રભુ ! આપનો જે નગરીમાં જન્મ થાય છે તે નગરી સોનાની થઈ જાય છે ને આપ જ્યાં ગર્ભમાં રહ્યો છો તે માતાનું પેટ સ્ફટિક જેવું નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. તો પ્રભુ! હું આપને મારા અંતરમાં પધરાવું ને આ શરીરમાં કોઢ રહે? અને ચમત્કાર એ થયો કે કોઢ મટી ગયો અને શરીર સુવર્ણમય થઈ ગયું! આ તો ભક્તિનો એક પ્રકાર છે. શરીરની અવસ્થા તો પુણ્યનો યોગ હતો તો તે કાળે જે થવાયોગ્ય હતી તે થઈ. કોઢ મટી ગયો તે કાંઈ ભક્તિથી મટી ગયો એમ નથી. ભક્તિથી કોઢ મટી ગયો એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ વાદિરાજ મુનિ વૈરાગ્યને દઢ કરતાં કહે છે પ્રભુ! અનંત-અનંતકાળમાં ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કર્યું ત્યાં નરક-નિગોદાદિમાં જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com