________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૨ ]
ચન રત્નાકર ભાગ-૭ જશ હો કે અપજશ હો એ બધા જડ પદાર્થો પુદ્ગલસ્વભાવો છે, પરસ્વભાવો છે. અહા ! નિજ જ્ઞાનાનંદ સ્વરૂપની ભાવના આગળ જ્ઞાનીને એ બધા પર પદાર્થોની વાંછા રહેતી નથી, સમાપ્ત થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. અહા! જેણે અંતરમાં પોતાનું જ્ઞાનનિધાન જોયું, અનંતગુણમય જ્ઞાનનો અખૂટ આશ્ચર્યમય ખજાનો જોયો તેને ખજાને ખોટ કયાં છે કે તે પરની ઇચ્છા કરે ? ધર્મીને પોતાના જ્ઞાનમાં ને પ્રતીતિમાં અનંતનિધાનસ્વરૂપ આખો ભગવાન આવી ગયો છે. હવે તે પરની કેમ ઇચ્છા કરે ? આવે છે ને કે
પ્રભુ મેરે ! તું સબ બાતે પૂરા, પરકી આશ કહીં કરૈ પ્રીતમ... પરકી આશ કહા કરે વહાલા...
કઈ બાતે તું અધૂરા? પ્રભુ મેરે? તું સબ બાતે પૂરા.” પોતાની ચીજ જ અંદર પૂરણ છે તો પરની વાંછા જ્ઞાની કેમ કરે? ભાઈ ! કોઈ ગમે તે કહે, મારગ તો આ છે બાપા! શ્રીમદે કહ્યું છે ને કે
“કયા ઇચ્છત? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂળ” અહા! ભગવાન! તું આખો ચૈતન્યનિધાન છો ને પરની ઇચ્છા કેમ કરે છે? પરની ઇચ્છા કરતાં તો ભાઈ ! તારું ચૈતન્યનિધાન-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા ખોવાઈ જશે; તારું સર્વસ્વ ખોવાઈ જશે. પરની ઇચ્છા તો દુઃખનું મૂળ છે ભાઈ ! અહા! કરોડોઅબજોની સંપત્તિ હોય તો પણ તેને પુગલસ્વભાવ જાણીને જ્ઞાની તેની ઇચ્છા કરતો નથી.
કોઈને વળી થાય કે-આ કોની વાત છે? (એમ કે મુનિની વાત છે)
સમાધાન- આ તો ભાઈ ! જેણે અંદર પોતાનું મુક્તસ્વરૂપ એવું ચૈતન્યરૂપ ભાળ્યું છે એવા સમ્યગ્દષ્ટિની વાત છે. જેનું ધ્યેય મોક્ષસ્વરૂપ આત્મા છે એવા સમકિતીની આ વાત છે. અહાહા..! કહે છે કે ચક્રવર્તીની સંપદા હો કે ઇન્દ્રનાં ઇન્દ્રાસન હો, સમકિતીને એ કશાયની ઇચ્છા નથી. આવે છે ને કે
“ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિ, સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.” અહા! સમ્યગ્દષ્ટિ ધર્મી, હજી પહેલા દરજ્જાનો જૈન કે જેણે પોતાનો જૈનપરમેશ્વર પ્રભુ આત્મા અંદર ભાળ્યો છે તે ઇન્દ્રના ઇન્દ્રાસન ને ચક્રવર્તીની સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે; તે એની ઇચ્છાથી વિરક્ત થઈ ગયો છે. અહા ! આ સમ્યગ્દષ્ટિ છે બાપા ! પોતાની નિજ સંપદા-સ્વરૂપ-સંપદા આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com