________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
| [ ૨૫૭ બે-પાંચ કરોડ રૂપિયા હોય તોય તે જડ માટી છે, ધૂળ છે. તે તારામાં ક્યાં છે કે તે તારી ચીજ હોય? અહા ! જગતથી-પરથી ભિન્ન પડવું અને પોતાના સ્વરૂપમાં આવવું તે અપૂર્વ પુરુષાર્થ છે, કેમકે આવો પુરુષાર્થ અનંતકાળમાં કયારેય તેં કર્યો નથી. છઠુંઢાળામાં ના કહ્યું કે-“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય, ભાઈ ! તું ગ્રીવકમાં ઉપજ્યો એવાં મુનિવ્રત અનંતવાર પાળ્યાં, હજારો રાણીઓને છોડી દીધી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના અપૂર્વ પુરુષાર્થ વિના બધું ફોગટ જ ગયું.
જુઓ, ર૦૭ મી ગાથામાં એમ કહ્યું કે-જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.” અહા! સમ્યગ્દષ્ટિ જીવ-ધર્મના પહેલા દરજ્જાવાળો જીવ-એમ માને છે કે હું શુદ્ધ ચિદાનંદમય આત્મા છું, ને મારો આત્મા જ મારો પરિગ્રહ છે. અહીં કહે છે-“હું પદ્રવ્યને નહિ પરિગ્રહું.” અહા ! આ લાખો-કરોડોની સાહ્યબી કે આ ભક્તિ આદિનો રાગ જે પર છે તેને મારી ચીજ નહિ માનું એમ કહે છે.
તો દયા, દાન, ભક્તિ આદિનો રાગ છે ને?
ભલે હો. અશુભથી બચવા એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને હું નહિ પરિગ્રહું, તે મારી ચીજ છે એમ નહિ માનું. કેમ? તો કહે છે-“કારણ કે પર દ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી.' આ દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી એમ કહે છે. અહા ! જગતને આકરું પડે એવું છે, પણ આ (સત્ય) છે.
પ્રશ્ન- તો દયા, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ કરતાં શું ધર્મ ન થાય?
ઉત્તર:- ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવ ત્રિલોકનાથનું આ ફરમાન છે કે જે બધો શુભભાવ છે તે રાગ છે, માટે એનાથી ધર્મ ન થાય. (કેમકે ધર્મ તો વીતરાગ છે.)
ધર્માત્મા કહે છે-“હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પદ્રવ્યનો સ્વામી નથી.' અહા ! ગજબ વાત છે! જે મારું સ્વ નથી તેનો હું સ્વામી કેમ હોઉં ? માટે હું પત્નીનો પતિ નથી, લક્ષ્મીપતિ નથી અને નૃપતિય નથી. હું તો આત્માના આનંદનો પતિ છું.
પણ આ શેઠિયા તો બધા કરોડપતિ ને અબજપતિ કહેવાય છે ને?
ધૂળમાંય કરોડપતિ કે અબજપતિ નથી સાંભળ ને. એ તો બધી ધૂળ છે, તો શું ધૂળપતિ છે? અહા! આ મન (મારે મન ) તો માગણ-ભિખારી છે. મહિને જે પાંચ હજાર માગે તે નાનો માગણ-ભિખારી છે, ને મહિને જે લાખ માગે તે મોટો ભિખારી છે તથા જે કરોડો માગે તે ભિખારીમાં ભિખારી છે. માગણ છે માગણ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com