________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અરે ભાઈ! એ બધી તો જડની ક્રિયા છે. આ વાણી બોલાય છે તે પણ જડની ક્રિયા છે. તેમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. આવી જેને અંતરમાં દષ્ટિ થઈ છે એ તો જ્ઞાતાદ્રષ્ટા થાય છે. તેને જે રાગ આવે છે તેનો પણ જ્ઞાતાદ્રષ્ટા છે. તે સાધનો ભેળાં કરે છે એમ કહેવું એ તો ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર છે. ખરેખર તો એને સર્વ વિકલ્પ પ્રતિ હેયબુદ્ધિ જ હોય છે. કહ્યું ને કે છ— હજાર રાણીઓ સાથે લગ્ન કરવાના પરિણામ સમકિતી ચક્રવર્તીને થતા હોય છે પણ તેમાં તેને સુખબુદ્ધિ નથી પણ હેયબુદ્ધિ જ છે.
પ્રશ્ન- તો પછી તે લગ્ન શું કામ કરે?
સમાધાન:- પણ તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. તે નબળાઈનો દોષ છે. પોતાની અશક્તિ છે એટલે રાગ આવે છે પણ તેમાં એને હેયબુદ્ધિ જ છે, ઉપાદેયબુદ્ધિ નથી. જ્ઞાની તો રાગને રોગ સમાન જાણે છે.
પ્રશ્ન:- આ જે રોગ થાય છે તેને તો ડોકટર (બીજા) મટાડે છે ને?
સમાધાનઃ- રોગ તો એને ઘેર રહ્યો. રોગને અને આત્માને શું છે? રોગ તો શરીરની-જડની દશા છે. ભાઈ ! આ શરીર છે તે જડ પુદ્ગલની દશા છે. શરીરમાં રોગનું થવું તે પરમાણુઓની તેવી દશારૂપે થવાની જન્મક્ષણ છે, તેનો ઉત્પત્તિ કાળ છે. તેમ રોગનું મટવું એ પણ શરીરના પરમાણુઓની તેવી દશા તેના કારણે થાય છે. તેમાં દાક્તરો શું કરે ? ધૂળમાંય દાક્તરો રોગને મટાડી દે નહિ. (દાક્તર રોગને મટાડે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે ). આવી વાત છે.
અહીં કહે છે-જેમ રોગી રોગનો ઉપચાર કરે છે તેમ જ્ઞાની નબળાઈના કારણે જે રાગ આવે છે તેનો ઈલાજ કરે છે, પણ હેયબુદ્ધિએ જ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com