________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૨
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।। २१२।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम्। अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।। २१२।।
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે:
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનનૈ,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ગાથાર્થ- [ નિષ્ઠ:] અનિચ્છકને [ અપરિપ્રદ: ] અપરિગ્રહી [ભણિત: ] કહ્યો છે. [૨] અને [જ્ઞાની] જ્ઞાની [મશનમૂ] અશનને (ભોજન) [ રૂછતિ] ઇચ્છતો નથી, [ તેન] તેથી [સ:] તે [ 1શનસ્ય] અશનનો [ અપરિગ્ર: તુ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અશનનો ) જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ ( જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ- જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાન:- અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ સુધા ઊપજે છે, વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com