________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૨ ]
[ ૨૮૩ સમયસાર ગાથા ૨૧૨ : મથાળું હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે:
* ગાથા ૨૧૨ : ટીકા ઉપરનું પ્રવચન * ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહું નથી જેને ઇચ્છા નથી.'
શું કહ્યું? આ રાગની ઇચ્છા ઉત્પન્ન થવી તે પરિગ્રહ છે. અહા ! જેને ઇચ્છા જ નથી, આહારની પણ ઇચ્છા જ નથી અર્થાત્ ઇચ્છા થઈ છે પણ ઇચ્છાની જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી એમ કહે છે.
પ્રશ્ન- “ઇચ્છાની ઇચ્છા 'નો શું અર્થ છે !
સમાધાન - ઇચ્છાની ઇચ્છા નથી એનો અર્થ એ છે કે ઇચ્છા ઠીક છે એવો જ્ઞાનીને મિથ્યાભાવ નથી. સમજાણું કાંઈ...! હવે કહે છે
ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.'
શું કહ્યું? ઇચ્છામાત્રમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માની ચૈતન્યજ્યોતિના તેજના નૂરનો અભાવ છે; ઇચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. તે કારણે ઇચ્છાને અજ્ઞાનમય ભાવ કહ્યો છે. જ્ઞાનીને ઇચ્છા મારી છે વા જે ઇચ્છા થાય છે તે ભલી-ઠીક છે એવો ભાવ હોતો નથી. જ્ઞાની વિચારે છે–અહા ! હું તો જ્ઞાનમય અને આનંદમય છું, તો તેમાં ઇચ્છા મારી છે એમ કયાંથી આવ્યું? જ્ઞાનીને ઇચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઇચ્છા છે એ તો રાગ છે, અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દ મિથ્યાત્વ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જેમ જ્ઞાનમય છે તેમ રાગ-ઇચ્છા જ્ઞાનમય નથી અને તેથી ઇચ્છા અજ્ઞાનમય છે. અજ્ઞાન = અજ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જ્ઞાન તો આત્મા છે ને આત્મામાં ઇચ્છા નથી; માટે ઇચ્છા અજ્ઞાન છે. અહીં કહે છે-જ્ઞાનીને ઇચ્છા મારી છે એમ નથી તેથી તેને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
અહા! “જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.' જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવનું -જ્ઞાતાદષ્ટાસ્વભાવનું પરિણમન હોય છે તેથી તેને જ્ઞાનમય અર્થાત્ વીતરાગતામયઆનંદમય ભાવ જ હોય છે. તેને જે અલ્પ રાગ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ રહે છે. તેને તો પોતાના સ્વભાવનું જ્ઞાન ને જે રાગ છે તેનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહા ! આ તો કોઈ અલૌકિક વાત છે! હવે કહે છે
“તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com