________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પરંતુ દ્રવ્યન્દ્રિયો વડે (જીવ) ઉપભોગ તો કરી શકાતો નથી ને?
સમાધાનઃ- હા, છે તો એમ જ; અહીં તો ઉપભોગમાં ઇન્દ્રિયો બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને રાગદ્વેષ જીવતા છે તેથી તેને ઇન્દ્રિયો વડે જે ઉપભોગ છે તે બંધનું નિમિત્ત છે અને તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે તેને રાગદ્વેષનો અભાવ છે. આવી વાત છે.
જ્ઞાનીને રાગાદિભાવ નહિ હોવાથી ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ છે. નિમિત્ત જ છે એમ કહ્યું એનો અર્થ એ છે કે દ્રવ્યકર્મ જે ખરી જાય છે તે સ્વયં પોતાના કારણે ખરી જાય છે. જ્ઞાનીને રાગાદિનો અભાવ વા વિરાગતા છે અને તે વિરાગતા નિર્જરાનું નિમિત્તમાત્ર છે એમ વાત છે. હવે કહે છે
આથી ( આ કથનથી) દ્રનિર્જરાનું સ્વરૂપ કહ્યું.” આ કથન વડે જ્ઞાનીને જે કર્મ રજકણો સ્વયં ખરી જાય છે તેની વાત કરી.
અરે ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા કરીએ એટલે ધર્મ થઈ જાય એમ સમજે છે. પણ એ વડે તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને; એ (દયા, દાન આદિ) તો રાગ છે અને રાગનો આશ્રય અને રુચિ તો મિથ્યાદર્શન છે. ભાઈ ! મિથ્યાષ્ટિનાં બધાંય વ્રત અને તપ ભગવાનને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે અને તે બંધનાં નિમિત્ત છે. અહીં કહે છે-જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે જ્ઞાનીને રાગની ચિનો અભાવ છે. કાંઈક રાગ છે તેથી જરા ઉપભોગમાં જોડાઈ જાય છે પણ તે અહીં ગૌણ છે. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી એમ અહીં કહે છે. ઝીણી વાત છે. ભાઈ ! જ્ઞાનીને આત્માની દૃષ્ટિ છે, રાગની દષ્ટિ નથી; અજ્ઞાનીને રાગની દષ્ટિ છે, આત્માની દષ્ટિ નથી. આત્માની દૃષ્ટિ અને રાગની દષ્ટિ-એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. અહા ! જેની દષ્ટિ નિજ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે તેને દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતનના ઉપભોગમાં રાગદ્વેષની હયાતી નથી એમ કહે છે અને તેથી તેનો ઉપભોગ દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે એમ કહ્યું છે.
* ગાથા ૧૯૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.'
સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને પણ જ્ઞાની છે. તેને બીજું જ્ઞાન ભલે થોડું-ઓછું હોય વા ન હોય પણ તેને આત્મજ્ઞાન છે ને? અહાહા....! આત્માનું જ્ઞાન થયું છે માટે તે જ્ઞાની છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે કેમકે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com