________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨00 ]
[ ૯૭ પ્રશ્ન:- આપ તો વ્યવહારનો લોપ કરો છો; શું વ્યવહાર છે જ નહિ?
ઉત્તર- કોણ કહે છે કે વ્યવહાર છે જ નહિ? વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ બાહ્ય વ્યવહાર જ્ઞાનીને પણ હોય છે, પણ તે મોક્ષમાર્ગ અર્થાત્ મોક્ષનું કારણ છે એમ જ્ઞાની માનતા નથી. જો કોઈ તેને મોક્ષમાર્ગ જાણી આચરણ કરે છે તો તે મિથ્યાદષ્ટિ છે એમ વાત છે. જુઓને ! અહીં શું કહે છે આ? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ભાવો શુભરાગ છે અને તે વડે પોતાનો મોક્ષ થવો જે માને છે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. આ તો શાસ્ત્ર-આગમ આમ પોકારી કહે છે, પરંતુ અજ્ઞાની વિપરીત જ માને છે.
આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલું બુરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.'
જુઓ, શું કીધું આ? કે અજ્ઞાની પરદ્રવ્યથી જ ભલું બુરું માની રાગદ્વેષ કરે છે. પરની દયા પાળવી તે ભલું છે અને પરની હિંસા કરવી તે બુરું છે-એમ પદ્રવ્યથી ભલું બુરું માની રાગદ્વેષ કરે છે તે સમકિતી નથી. (પરમાર્થે શુભ અને અશુભભાવ તે પણ પર છે.) ભાઈ ! આ તો શ્રી જયચંદજીએ લખ્યું છે તેનું અહીં સ્પષ્ટીકરણ ચાલે છે. શરીરની ઉપવાસાદિ ક્રિયાથી અને શુભભાવથી ધર્મ થાય છે અને અશુભભાવથી જ બંધ થાય છે એમ અજ્ઞાની વિપરીત માને છે. આવું વિપરીત જ્યાંસુધી તે માને છે ત્યાં સુધી તે સમકિતી નથી. કેવો સરસ ભાવાર્થ લખ્યો છે !
સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે.”
જુઓ, સમકિતીને અસ્થિરતાનો રાગ હોય છે તથા તે રાગપ્રેરિત શુભાશુભ બાહ્ય ક્રિયાઓમાં પણ તે પ્રવર્તતો હોય છે પણ એ સર્વ તે કર્મનું જોર અર્થાત્ પુરુષાર્થની નબળાઈ–અધુરાશ છે એમ જાણે છે. વળી પુરુષાર્થ વધારીને એનાથી નિવૃત્ત થયે જ પોતાનું ભલું છે એમ સમ્યકપણે તે માને છે, અને ક્રમે પુરુષાર્થની દઢતા કરીને રાગથી નિવૃત્ત થાય છે.
“તે તેમને રોગવત્ જાણે છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતી-ધર્મીને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભ ભાવ આવે છે ખરો પણ તેને તે રોગ સમાન જાણે છે. તેને તે બંધનું કારણ જાણે છે, ધર્મનું નહિ. ભાઈ ! આ તો ૨OO વર્ષ પહેલાં શ્રી જયચંદજીએ લખ્યું છે. મૂળ પાઠ ‘ાળિખોડથારનુ' ઇત્યાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com