________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિમિત્તે થતા વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિના શુભભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તેને ભેદવિજ્ઞાન જ નથી. ભાઈ ! વ્રત, તપ, ઉપવાસ આદિ શુભભાવ પરદ્રવ્યનો ભાવ છે. એને પોતાનો માને વા એના વડે મોક્ષ થવો માને છે તેને સ્વપરનું જ્ઞાન જ નથી. વળી પર જીવોની હિંસા થવી અને અયત્નાચારે શરીરનું પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી વા તેના નિમિત્તે થતા અશુભભાવથી જ બંધ થાય છે એમ જે માને છે તેને પણ સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ગંભીર વાત છે ભાઈ ! અહાહા...! જ્યાંસુધી અશુભભાવથી જ બંધ અને શુભભાવથી મોક્ષ થવો જીવ માને છે ત્યાંસુધી વ્રત-સમિતિ પાળે તોય તે સ્વપરના ભેદજ્ઞાનરહિત હોવાથી અજ્ઞાની જ છે. પરની ક્રિયા અને અશુભભાવ જ બંધનું કારણ છે અને શુભક્રિયા-વ્રતાદિ ભાવ મોક્ષનું કારણ છે, બંધનું કારણ છે-એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે. લોકો તો રાડ નાખી જાય એવી આ આકરી વાત છે.
' અરે! પરદ્રવ્યની ક્રિયા તું કયાં કરી શકે છે ભગવાન? શું તું પરની દયા પાળી શકે છે? શું તું પર જીવની હિંસા કરી શકે છે? ના, એ તો જીવનું આયુષ્ય હોય ત્યાં સુધી તે જીવે છે અને આયુષ્ય પુરું થઈ જતાં મરી જાય છે; એમાં તારું શું કર્તવ્ય છે? કાંઈ નહિ. બંધ અધિકારમાં આવે છે કે હું પરને જીવાડું છું, પરને મારું છું, પરને સુખી-દુ:ખી કરું છું ઇત્યાદિ જે માને છે તે મિથ્યાષ્ટિ છે, જૈન નથી. અરે, જૈનની એને ખબરેય નથી.
હવે તેનું કારણ સમજાવે છે કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો | નિમિત્ત માત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.
શું કહે છે? કે બંધ તો અશુદ્ધ પરિણામથી થાય છે. શુભ અને અશુભ-બને ભાવ અશુદ્ધ પરિણામ છે. વ્રત, તપ, જાત્રા આદિના ભાવ જે શુભ છે તે અશુદ્ધ છે અને હિંસાદિના અશુભભાવ પણ અશુદ્ધ છે. આ પ્રમાણે શુભાશુભ ભાવ બન્ને અશુદ્ધ હોવાથી બન્નેય બંધનાં જ કારણ છે. અશુભની જેમ શુભભાવ પણ બંધનું જ કારણ છે. ભાઈ વ્રત-અવ્રતના બન્ને પરિણામ બંધનું જ કારણ છે. જ્યારે વ્રત-અવતરહિત-પુણ્યપાપરહિત આત્માનો જે શુદ્ધભાવ છે તે મોક્ષનું કારણ છે. એક શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે.
જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ બંધનું કારણ છે અને પરદ્રવ્ય તો તેમાં નિમિત્તમાત્ર જ છે. પરંતુ અજ્ઞાની તેમાં વિપરીત માને છે. હવે આવું સાંભળવાસમજવાની એને કયાં નવરાશ છે? કદાચિત સાંભળવા જાય તો કુગુરુ એને લૂંટી લે છે. અરેરે ! વીતરાગ માર્ગનું સત્યાર્થ સ્વરૂપ સાંભળવાય ન મળે ત્યાં એને માર્ગની રુચિ અને માર્ગરૂપ પરિણમન કયારે થાય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com