________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૨૯ સમજીશ? અને તો તારી શી ગતિ થશે? આ ભવરૂપી પડદો બંધ થશે ત્યારે તું ક્યાં જઈશ પ્રભુ? આ દેહ કાંઈ તારી ચીજ નથી; એ તો જોતજોતામાં છૂટી જશે. અને તું તો અવિનાશી તત્ત્વ છો, તારો કાંઈ નાશ થાય એમ નથી. તો તું ક્યાં રહીશ પ્રભુ? અહા ! જેની દષ્ટિ રાગની રુચિથી ખસતી નથી તે મિથ્યાષ્ટિ જીવ નરક-નિગોદાદિમાં રઝળતો અનંતકાળ મિથ્યાત્વના પદમાં રહેશે. શું થાય? ( રાગની રુચિનું ફળ જ એવું છે. )
પ્રશ્ન- શુભભાવને જ્ઞાની હેય માને છે એમ આપ કહો છો, પણ તે શુભભાવ કરે છે તો ખરો ?
સમાધાન - ભાઈ ! પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીને દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે–હોય છે, પણ તેને હું કરું, તે મારું કર્તવ્ય છે–એવો અભિપ્રાય એને કયાં છે? શુભભાવ હોવો એ જુદી વાત છે અને શુભભાવ ભલો છે એમ જાણી કરવો-આચરવો એ જુદી વાત છે. જ્ઞાની શુભભાવ કરતો-આચરતો જ નથી. એ તો કહ્યું ને કે એને રાગનું નિશ્ચયે સ્વામિત્વ જ નથી, માટે એને લેશમાત્ર રાગ નથી.
- અજ્ઞાનીએ રાગને જ ભલો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી.'
જુઓ, ભગવાન આત્માનું પરમાર્થસ્વરૂપ જ્ઞાનાનંદમય પરમ સુખધામ છે; જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખ છે. હવે જો રાગને ભલો જાણ્યો તો તે રાગને-પરને જાણતો નથી અને રાગરહિત પોતાના આત્માને પણ જાણતો નથી. આ રીતે પોતાને અને પરને નહિ જાણતો તે જીવ-અજીવન પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. ટીકામાં પણ આ લીધું છે. અહો ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. ભગવાને જે કહ્યું તે અહીં કુંદકુંદાચાર્યે જાહેર કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ આ પોકારીને કહે છે કે
અજ્ઞાની પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને જાણતો નથી અને તેથી તે જીવઅજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો?” અહા ! હુજી જ્યાં સ્વ-પરને ઓળખતો જ નથી ત્યાં સ્વ-પરનું શ્રદ્ધાન કેવું? અને શ્રદ્ધાનના અભાવે તે સમ્યગ્દષ્ટિ કેવો? હજી ચોથા ગુણસ્થાનનાં જ ઠેકાણાં નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com