SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬ ] વન રત્નાકર ભાગ-૭ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાનમાત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુ:ખી થવાનો માર્ગ છે. શુભરાત્રેય દુઃખી થવાનો માર્ગ છે. અહીં અસ્તિથી કહ્યું કે-જ્ઞાનમાત્ર જ આત્મા છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર વસ્તુમાં જ રતિ કર, ચિ કર; મતલબ કે રાગ-પુણ્ય ને નિમિત્તની રુચિ છોડી દે એમ નાસ્તિ તેમાં આવી ગયું. આ રાગાદિની રુચિ છોડી દે એમ નાસ્તિથી ન કહેતાં જ્ઞાનમાત્રમાં જ રતિ કર એમ અસ્તિથી કેમ કહ્યું? કેમકે જ્ઞાનમાત્રમાં જ પ્રીતિ થતાં તે (રાગાદિ) આપોઆપ છૂટી જશે. અહીં જ્ઞાનમાત્ર કહીને રાગાદિથી રહિત તારી ચીજ અંદરમાં જ્ઞાનસ્વરૂપ છે તેમાં રતિ કર, તેમાં જા–એમ કહે છે. રાગમાં મત જા, કેમકે રાગ છે તે આત્મા નથી, અનાત્મા છે, અજીવ છે. ભગવાનની ભક્તિ ને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તે અનાત્મા છે; અહાહા...! આ મહાવ્રતાદિના વિકલ્પ જીવ નહિ પ્રભુ! આ જેટલું જ્ઞાન છે, ચૈતન્ય છે બસ એટલો જ આત્મા છે. ઝીણી વાત ભાઈ ! (ઉપયોગને ઝીણો કરે તો સમજાય ). અહાહાહા..! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે-તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર, ને અમારા પ્રત્યથી પણ પ્રીતિ છોડી દે. અહાહા..! તારો ભગવાન તો અંદર શીતળ-શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંતશાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે. અહાહા..! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો-એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ ! કહે છેસદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દષ્ટિ કર; તારી દષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર. આ એક બોલ થયો, હવે બીજો બોલઃ એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; '... Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy