________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
તો સુખનું વેદન બતાઓ ને ?
ભાઈ! એ જ વાત તો ચાલે છે. જુઓને! આચાર્ય શું કહે છે? અહા! દિગંબર સંતોની શૈલી તો જુઓ! ઓહો ! કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતી થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે. એ જ્ઞાનીને સદા સુખનું વેદન છે. સુખ જેમાં ભર્યું છે તેને અનુભવે છે તેથી તેને સદા સુખનું વેદન છે. અજ્ઞાની સહજ એક જ્ઞાનસ્વભાવને તરછોડીને વિભાવનું વેદન કરે છે તેથી તેને દુઃખનું વેદન છે, જ્યારે જ્ઞાની વિભાવને તરછોડીને સહજ એક જ્ઞાનનું વેદન કરે છે તેથી તેને સુખનું વેદન છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? છયે કળશમાં આ લીધું છે કે-‘સ: સ્વયં સતતં નિશં: સદ્દષ્ન જ્ઞાનનું સવા વિત્તિ' અહો ! અતીન્દ્રિય આનંદમાં ઝૂલવાવાળા દિગંબર સંતોએ જંગલમાં બેઠાં બેઠાં જગતને ન્યાલ કરી દીધું છે!
હા, પણ એનું સાધન શું?
સમાધાનઃ- રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરવો એ સાધન છે. ભેવિજ્ઞાન એ સાધન છે. એ કહ્યું ને કે
“ ભેદજ્ઞાન સાબૂ ભૌ, સમરસ નિરમલ નીર; ધોબી અંતર આતમા, ધોવૈ નિજ ગુનચીર.”
અહા ! રાગથી-પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન પડીને અંદર નિર્વિકલ્પ નિજ આનંદસ્વરૂપની દૃષ્ટિ કરી તે-ભેદજ્ઞાન સાબૂ ભૌ,' અને ત્યારે અનાદિનો જે પુણ્યપાપનો વિષમ રસ હતો તે છૂટીને જ્ઞાનાનંદનો રસ-સમરસ પ્રગટ થયો, અને તે ‘સમરસ નિરમલ નીર' થયું. જ્ઞાની એમાં વિકારને ધુએ છે–નાશ કરે છે ને નિરંતર સુખને ભોગવે છે. મારગ તો આ છે ભગવાન! અનંતકાળનો અજાણ્યો મારગ છે કેમકે સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે જ છે પણ એમાં એણે કદી દૃષ્ટિ કરી નથી. અરેરે! બહારના રાગના થોથામાં જ તે રોકાઈ ગયો છે.
અહા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. તેની રુચિ કરવાને બદલે અજ્ઞાની જીવ અનાદિથી પુણ્ય-પાપના ભાવની રુચિમાં પડયો છે. તે પૈસામાં ને રાજ્યમાં ને દેવપદ આદિમાં સુખ છે એમ માને છે અને તેથી પરાધીન થયો થકો તે રાગ-દ્વેષાદિ વિકા૨ને-દુઃખને પામે છે. પરંતુ જ્યારે તે પરથી ને રાગથી હઠીને, ‘પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું'-એમ નિજ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થાય છે. અહો! દ્રવ્યષ્ટિ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકો જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે. દ્રવ્યદૃષ્ટિવંતને જગત આખું ફીકું લાગે છે, તુચ્છ ભાસે છે. આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com