________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૧ પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત-ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા!
હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં પણ ભાઈ ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈ ધર્મપદ્ધતિ નથી બાપા! અરેરે ! ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી કયાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો કયારે કરીશ ભાઈ ! “પછી કરશું માં તો પછી જ રહેશે. પેલો દાખલો છે ને કે-“વાણિયા જમે આજ ને બારોટ જમે કાલ.' અરે ભાઈ ! કાલ કોઈ દિ' આવે નહિ ને બારોટનું જમણ કોઈ દિ' થાય નહિ. તેમ અજ્ઞાની “પછી-પછી '—એમ કહે છે પણ...
હા, પણ હુમણા કામ હોય તો શું કરવું?
કામ? શું કામ છે? ધૂળેય કામ નથી સાંભળને. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ બસ એ એક જ કામ છે; આ સિવાય એને બીજું કોઈ કામ જ નથી. અરે ભાઈ ! તું બીજા કામના રાગમાં રહીને તો અનંતકાળથી જન્મ-મરણ કરીને મરી ગયો છો.
પણ કર્મનો ઉદય હોય તો?
સમાધાન - ઉદય એના ઘરે રહ્યો; આત્મામાં તે કયાં છે? તેમાં જો જોડાય તો ઉદય કહેવાય, અને ન જોડાય તો ઉદય ખરી જાય છે. ઉદયના કાળે પોતે સ્વતંત્રપણે રાગની પર્યાયને કરે તો કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. શું કહ્યું એ ? કે કર્તા થઈને પોતે રાગને રચે તો તે ઉદયને નિમિત્ત કહેવાય છે. બાપુ! કોઈ તને નડતું નથી અને કોઈ ચીજ તને મદદ કરતી નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે હોં; માટે જે કરવા યોગ્ય કામ છે તે હમણાં નહિ કરે તો કયારે કરીશ? (ભાઈ ! અનંતકાળેય આવો અવસર આવવો મુશ્કેલ છે ).
હા, પણ બહારનું ન કરીએ તો આ સ્ત્રી-પુત્રાદિનું શું કરવું?
સમાધાન- અરે ભાઈ ! તું શું પરનું કાર્ય કરી શકે છે? કદીય નહિ. આ સ્ત્રીપુત્રાદિ તો સૌ પોતપોતાને કારણે છે. તેઓ સદા છૂટાં જ છે. (તેઓ તારામાં –તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે જ નહિ). તેમનું તું શું કરે છે? કાંઈ જ નહિ. બાપુ! અનંતકાળમાં તે કોઈનું કાંઈ કર્યું નથી; માત્ર અભિમાન કર્યા છે. પણ ભાઈ ! એ તો તારા અહિતનો પંથ છે બાપા! બીજાનું કામ બીજો કરે એ તો વસ્તુ-સ્થિતિ જ નથી ભાઈ !
પણ આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com