________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જુઓ, હું એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં પ્રતીતિ ને ભાન થયાં છે તેને રાગમાં રસ નથી અર્થાત તેણે રાગનું ફળ છોડી દીધું છે. હવે જેણે રાગનું ફળ છોડી દીધું છે તે જ્ઞાની રાગની ક્રિયા કરે છે એમ, આચાર્યદેવ કહે છે, અમે પ્રતીત કરી શકતા નથી. અહા ! જે જ્ઞાતા થયો છે તે રાગનો કર્તા છે એમ અમે માનતા નથી એમ કહે છે.
હા, પણ તે અજ્ઞાનીને કેમ ખબર પડે? (કે જ્ઞાની રાગનો કર્તા નથી).
અરે ભાઈ ! અજ્ઞાનીને ખબર ન પડે તો તેનું શું કામ છે? ખુદ આચાર્ય (પરમેષ્ઠી ભગવાન) તો કહે છે કે નિજ આનંદરસનો રસિયો જ્ઞાની કે જેને રાગનો રસ છૂટી ગયો છે તે રાગની ક્રિયા તેમાં એકાકાર થઈને કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી. અહા ! બહુ સરસ અધિકાર છે.
ભાઈ ! દિગંબર આચાર્ય અમૃતચંદ્રનો આ કળશ છે. ભગવાન કુંદકુંદાચાર્યની ગાથા પર આ અમૃતચંદ્રાચાર્યનો ટીકા-કળશ છે. અહા! તે વીતરાગી મુનિવરો પ્રચુર આનંદના અનુભવનારા શુદ્ધોપયોગી સંત હતા, જાણે ચાલતા સિદ્ધ ! અહાહા...! મુનિ તો શુદ્ધોપયોગી હોય છે. છ૭ઢાળામાં આવે છે ને કે
દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની” હવે અજ્ઞાનીને તો મુનિપણું શું ને સમ્યગ્દર્શન શું એનીય ખબર નથી તો તેને આવી ખબર ન પડે તો તેથી શું છે? મુનિવરો તો આ કહે છે કે જેની પરિણતિ નિર્મળ આનંદરસમાં-એક ચૈતન્યરસમાં લીન છે તેને રાગનો રસ ઊડી ગયો છે અને તેથી તે ક્રિયા (રાગ ) કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી.
પ્રશ્ન:- તો બીજાને (-જ્ઞાનીને) એવો ખ્યાલ આવી જાય એમ ને?
ઉત્તર:- હા, બધો ખ્યાલ આવી જાય; પ્રરૂપણા ને આચરણ દ્વારા ન્યાયમાં બધો ખ્યાલ આવી જાય; ન જણાય એ વાત અહીં નથી. ઝીણી વાત છે પ્રભુ ! કહે છે-“વેર નં ત્ય$' અહાહા..! જેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે અર્થાત્ જેને વર્તમાન ક્રિયામાં રસ નથી અને આગામી ફળની વાંછા નથી તે ક્રિયા કરે છે એમ ‘વયે જ પ્રતીમ:' અમે પ્રતીતિ કરી શકતા નથી. જ્ઞાનીને જે વ્રત, તપ, ભક્તિ આદિ ક્રિયા હોય છે તે ક્રિયાને તે કરે છે એમ અમે માનતા નથી એમ કહે છે. કેમ માનતા નથી ? કારણ કે તેને ક્રિયામાં-રાગમાં રસ નથી અને તેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે. અહાહા..! શુદ્ધ આત્માના આનંદના રસમાં એકાગ્રપણે લીન એવા જ્ઞાનીએ રાગનું ફળ છોડી દીધું છે. ગજબ વાત છે ભાઈ ! વળી જે રાગરસમાં લીન છે, જે વ્રત, તપ, ભક્તિ આદિ રાગના રસમાં ચઢી ગયો છે અર્થાત જેને રાગનો રંગ ચડી ગયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com