________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૩૫ ]
[ પ૨૫ ભાવ છે. પોતાના શાયકભાવમાં અભેદપણે-એકપણે દષ્ટિ, જ્ઞાન ને રમણતા કરવી એ જ સમ્યભાવ છે અને એ જ ધર્મવત્સલતા છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.'
અહા! જેને ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ભાવના વર્તે છે તેને માર્ગનું વાત્સલ્ય છે અને તેથી માર્ગની અનુપલબ્ધિના કારણે જે બંધ થતો હતો તે હવે થતો નથી. “અનુપલબ્ધિ '—એટલે પ્રત્યક્ષ ન હોવું તે, અપ્રત્યક્ષપણું. અહા! શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને જે પ્રત્યક્ષ મતિ-શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-વેદે છે, અનુભવે છે તેને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. અહા! ભગવાન આત્માનું તેના સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણમનમાં ધર્મીને પ્રત્યક્ષપણું થયું છે એમ કહે છે અને તેથી તેને આત્મા પ્રત્યક્ષ ન હોય એવી અનુપલબ્ધિની દશા રહી નથી. તેથી તેને બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. સહેજ ઉદયનો ભાવ આવે, પણ અંદર મોક્ષમાર્ગ પ્રતિ વત્સલતા વર્તે છે તેથી તેને ઉદય નિર્જરી જાય છે. આવી વાત ભાઈ ! મારગ ભગવાનનો સાવ જુદો છે.
અહા ! જેમ અફીણીયો અફીણ પીવે ને એને ખુમારી ચઢી જાય છે તેમ અહીં કહે છે–અમે મોક્ષમાર્ગની પ્રીતિના પ્યાલા પીધા છે, હવે અમને આત્માની લગની અને મોક્ષમાર્ગની લગની છૂટશે નહિ એવી ખુમારી ચડી ગઈ છે. અહીં કહે છે-હે ભાઈ ! તારે પ્રેમ જ કરવો છે તો અંદરમાં જા ને મોક્ષમાર્ગનો પ્રેમ કર. આ સ્વાશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તારાં સાધર્મી-સાધન છે; તેનો પ્રેમ કર એમ કહે છે. બાકી ધર્મીને અન્ય સાધર્મી પ્રત્યે જે પ્રેમ છે તે વ્યવહાર છે. અજ્ઞાનીને તો વ્યવહારેય નથી. આવો મારગ આકરો બાપા! અજાણ્યો છે ને? તો આકરો લાગે છે પણ મારગ આ જ છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા કરવી એ જ મારગ છે.
* ગાથા ૨૩૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “વત્સલપણું એટલે પ્રીતિભાવ.'
જુઓ, ગાયને વાછરડા પ્રતિ ખૂબ પ્રીતિ હોય છે. વાછરડું કાંઈ મોટું થઈને ઘાસપાણી લાવી દે ને ગાયને ખવરાવે-પીવડાવે એવું કાંઈ નથી. છતાં ગાયને વાછરડા પ્રત્યે બેહદ પ્રેમ હોય છે. એક બાજુ સિંહ આવે તોય, પોતાના બચ્ચાના પ્રેમ આગળ, સિંહુ પોતાને હમણાં મારી નાખશે એની દરકાર કર્યા વિના, તેની સામે માથું મારે છે. જુઓ, આવો જ કોઈ કુદરતી પ્રેમ ગાયને વાછરડા પ્રત્યે હોય છે. તેમ અહીં કહે છે–ધર્મીને મોક્ષમાર્ગ પ્રતિ અતિશય-બેહદ વત્સલતા હોય છે; અહા! દુનિયાના સર્વ ભોગો પ્રતિ તેને રસ ઉડી ગયો છે. અહા ! રોજ લાખો-કરોડોની પેદાશ થતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com