________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૩ ખરો કે રાગની, ભેદની ને નિમિત્તની દષ્ટિને આધીન થઈને ભગવાન! તું ૮૪ ના ચક્કરમાં રખડી રહ્યો છે !
અહા! ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ સદા જ્ઞાનસ્વભાવી વસ્તુ એક છે. અને તેનું જ્ઞાનપદ-ભગવાન જ્ઞાનસ્વભાવ-પણ ત્રિકાળ અખંડ એકરૂપ છે. હવે કહે છે આ જે એક-અભેદ જ્ઞાનસ્વભાવ છે અર્થાત્ એકલા જ્ઞાનરસથી ભરેલો જ્ઞાયકભાવ છે તેમાં એકાગ્રતા કરવી, તેમાં તદ્રુપ થઈ પ્રવર્તવું-તે સાક્ષાત્ મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સમજાણું કાંઈ..? આ પૈસા-બૈસા આદિમાં સુખ નથી એમ કહે છે. પૈસા આદિ તો ભાઈ ! ધૂળ-માટી છે; એમાં સુખ કયાં છે? બહારમાં કયાંય-ધૂળમાંય-સુખ નથી. અહીં તો આ દયા, દાન આદિ પુણ્યભાવ થાય એમાંય સુખ નથી અને ભેદના વિકલ્પમાંય સુખ નથી એમ કહે છે; ગજબ વાત છે ભાઈ !
કહે છે–તું પણ ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી પરિપૂર્ણ ભરેલો એવો તું ભગવાન આત્મા છો. છતાં તને જાણે બીડી પીવે ત્યારે હોશ-મસ્તીઆનંદ આવે છે એમ તને થઈ જાય છે! અરે પ્રભુ! શું થયું છે તેને આ? ભાઈ ! બીડી તો જડ છે; એમાં કયાં આનંદ છે? અને તેના તરફનું લક્ષ જે છે એ તો રાગ છે. એ રાગનો સ્વાદ-ઝેરનો સ્વાદ તને આવે અને તું આનંદ માને છે? સર્વશ પરમેશ્વરે તો આ કહ્યું છે કે પૂર્ણ આનંદનો નાથ તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપ-એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ તું આત્મા છો અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે મોક્ષનો-પરમ સુખનો ઉપાય છે.
અહા ! અંદર ભગવાન આત્મા વસ્તુ છે કે નહિ? પદાર્થ છે કે નહિ? (છે); પદાર્થ છે તો તે એક છે કે અનેક વસ્તુ તરીકે તે એક અભેદ પદાર્થ જ છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ પણ એક જ પદ . જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એવો ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે-આ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે અર્થાત તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. જ્ઞાનસ્વભાવની અંતરએકાગ્રતા કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો તેમાં-આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન છે, જ્ઞાનનું જ્ઞાન થયું તે સમ્યજ્ઞાન છે અને જ્ઞાનની જ્ઞાનમાં જ રમણતા થઈ તે સમ્યક ચારિત્ર છે અને આ ધર્મ છે, અર્થાત્ મોક્ષનો ઉપાય છે. આખો દિ' પૈસા રળવામાં અને
સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવામાં ગુંચાયેલો રહે તેને આવું કઠણ પડે. પરંતુ ભાઈ ! આ સમજ્યા વિના તારા ભવના નિવેડા નહિ આવે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ધર્મસભામાં (સમવસરણમાં) આ જ માર્ગ કહ્યો છે અને તે જ અહીં કુંદકુંદાદિ મુનિવરો જગતને જાહેર કરે છે.
ભાઈ ! તું અનાદિથી રાગમાં એકાગ્ર છે. પણ રાગમાં એકાગ્રતા એ દુઃખનો અર્થાત્ ચાર ગતિના પરિભ્રમણના કલેશનો રસ્તો છે. એ પારાવાર કલેશ-દુઃખથી છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com