________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨ ]
ચિન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૦૪: ટીકા ઉપરનું પ્રવચન * આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે.'
શું કહ્યું? આ દેહમાં જે આત્મા છે તે પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, પરમાત્મસ્વરૂપ છે. અહીં તેને જ્ઞાન સાથે મેળવીને કહે છે–તે જ્ઞાન છે. એટલે શું? કે આત્મા જાણગ-જાણગસ્વભાવી એવો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. અહાહાહા..! આત્મા જે ખરેખર પરમ પદાર્થ છે તે નિત્ય જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન તેનો ત્રિકાળી સ્વભાવ હોવાથી તે જ્ઞાનસ્વરૂપી છે.
હવે કહે છે-“વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ .”
જુઓ, પહેલાં સામાન્ય વાત કરી કે આત્મા ખરેખર પરમ પદાર્થ-મહાપદાર્થ છે અને તે જ્ઞાન કહેતાં જ્ઞાનસ્વરૂપ છે. હવે વિશેષ કહે છે કે-આત્મા એક જ પદાર્થ છે. એટલે શું? કે અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા એક જ પદાર્થ છે, એકસ્વરૂપ જ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા અનેકરૂપ-ભેદરૂપ થઈ ગયો નથી પણ અખંડ એકરૂપ જ છે, એક જ પદાર્થ છે. અને તેથી જ્ઞાન પણ એક જ પદ . જાણગ સ્વભાવ એવું જ્ઞાન પણ એક જ પદ છે અર્થાત્ અભેદ એકરૂપ જ છે. અહાહાહા..! આત્મા મહાપ્રભુ-મહાપદાર્થ છે. વળી જેમ અગ્નિ ઉષ્ણસ્વરૂપ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અગ્નિ જેમ એકસ્વરૂપ છે તેમ આત્મા એકરૂપ જ છે. વળી જેમ અગ્નિનું ઉષ્ણપણું એક જ છે તેમ જ્ઞાનપદ પણ એક જ છે, તેમાં ભેદ નથી, ત્રિકાળ અભેદ છે. જન્મ-મરણરહિત થવાનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ બાપુ !
કહે છે-“તેથી જ્ઞાન પણ એક જ પદ .' અહાહાહા...! આત્મા જેમ એક વસ્તુ છે, એક જ પદાર્થ છે તેમ જ્ઞાન પણ એક જ પદ . જેમ આત્મા અખંડ એકરૂપ છે તેમ તેનો જ્ઞાનસ્વભાવ પણ અખંડ એકરૂપ છે.
હવે કહે છે-“જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.”
અનંત ધર્મોનો પિંડ પ્રભુ આત્મા વસ્તુ-ધર્મી છે; તથા તે એક છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ-ધર્મ પણ એકરૂપ ત્રિકાળ છે. હવે જેને ધર્મ કરવો છે તેણે શું કરવું? તો કહે છે-જે આ જ્ઞાનસ્વભાવમય એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. એટલે શું? એટલે કે જે એક જ્ઞાનસ્વભાવ વસ્તુ છે તેમાં એકાગ્રતા કરવી તે મોક્ષનો ઉપાય છે. આવો માર્ગ છે! લોકોને અભ્યાસ નહિ અને એ તરફની રુચિ નહિ એટલે આકરો લાગે, પણ શું થાય? આકરો લાગે એટલે આ (વ્રત, તપ આદિ) બીજો માર્ગ છે એમ માને પણ બાપુ! માર્ગ તો આ એક જ છે. અરે ! તું જો તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com