________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તિર્યંચમાં જાય તો પણ ત્યાં તે સંસ્કારના બળે સમકિત પામશે. લોકોને આ આકરું પડે છે, પણ શું થાય ?
ત્યારે કેટલાક કહે છે–તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી. પણ ભાઈ ! આગમ જ આમ કહે છે; શાસ્ત્ર જ આમ કહે છે કે વ્યવહારથી (રાગથી ) નિશ્ચય (ધર્મ) થાય એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જુઓ, લખ્યું છે ને કે-તત્ત્વવિચાર રહિત તપશ્ચરણાદિ કરે તોય તેને સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. વળી ત્યાં જ આગળ જતાં લખ્યું છે કે
વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે.” જુઓ, વ્રત-તપ અંગીકાર કરે માટે સમકિત થાય એમ નહિ, પણ તત્ત્વવિચાર થતાં તે સમકિતનો અધિકારી થાય છે. આવી ચોકખી વાત છે, પણ અરેરે ! જગતને કયાં પડી છે? આ જીવન પુરું થતાં હું ક્યાં જઈશ? મારું શું થશે? આવો એને વિચાર જ ક્યાં છે? એ તો બિચારો સ્ત્રી-પુત્ર-પરિવાર અને બહારની પાંચ-પચાસ લાખની ધૂળમાં-સંપત્તિમાં સલવાઈ પડયો છે. કદાચિત સાંભળવા જાય તોપણ એથી શું? તત્ત્વવિચાર-તત્ત્વમંથન કર્યા વિના અને તત્વનિર્ણય પામ્યા વિના બધું થોથેથોથાં છે.
અહીં કહે છે-વ્યવહારનયની મુખ્યતાથી વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાવવા શુભક્રિયાને કોઈ પ્રકારે પુણ્ય પણ કહે છે. વ્રત, તપ, ભક્તિ, જાત્રા, ઉપવાસ આદિ વ્યવહારથી પુણ્ય કહેવાય છે. તથાપિ નિશ્ચયથી તો એ સર્વ શુભક્રિયા, જો શુભક્રિયાને પોતાની માને છે તો, પાપ જ છે. આવી વાત છે.
વળી કોઈ પૂછે છે કે-પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે?'
શું કહ્યું આ? કે આપ શુભભાવ કરનારને મિથ્યાષ્ટિ કહો છો એ વાત અમે સમજ્યા નહિ; કેમકે અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને પણ ચારિત્રમોહના ઉદયથી શુભભાવ થતો હોય છે. ક્ષાયિક સમકિતીને પણ રાગના પરિણામ તો થાય છે. તો પછી તેમને સમકિત કેમ છે? તેમને રાગ છે છતાં સમકિત કેમ ટકી રહે છે?
તેનું સમાધાન- “અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com