________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભાઈ ! તું વિપરીત માન્યતા રાખીને સવાર-બપોર-સાંજ પ્રતિક્રમણ-સામાયિક ને પ્રૌષધ આદિ અનેક પ્રકારે ક્રિયાકાંડ કરે તો પણ તેનાથી તને લાભ નહિ થાય, એ વડ જ્ઞાનપદની પ્રાપ્તિ નહિ થાય. અને જ્ઞાનપદને પ્રાપ્ત થયા વિના કર્મના બંધનથી મુક્તિ નહિ થાય, નિર્જરા નહિ થાય. તેથી જ કહે છે
“માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે. પહેલાં ટીકામાં કહ્યું કે કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને હવે આ કહ્યું કે કર્મથી એટલે કે જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ એક જ્ઞાનનું જ આલંબન લઈ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અહાહા...! પૂર્ણજ્ઞાનની દશામય એવું આ એક પદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે. કેવી રીતે ? તો કહે છે-એક જ્ઞાનના જ આલંબનથી, જ્ઞાનની જ એકાગ્રતા વડે. બહુ ટુંકુ !
* ગાથા ૨૦૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ;'.
અહીં જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય.
માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.'
શું કરવું, અમારે શું કરવું?–એમ થાય છે ને? લ્યો, આ કરવું એમ કહે છે. શું? કે “જ્ઞાનનું જ ધ્યાન કરવું.” અહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૪૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂદ્ર પર્વ' આ (જ્ઞાનસ્વરૂપ) પદ ‘નનુ –કુરાસવં' કર્મથી ખરેખર દુરાસદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com