________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૨ ]
[ ૨૮૭ ઇચ્છા જ્ઞાનીને નથી.' અહા! ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. અર્થાત્ “તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો.' અહા ! આ તો રોગ આવ્યો-રોગ આવ્યો-એમ જાણીને જ્ઞાની ઇચ્છાને છોડી દે છે. અહો ! ભેદજ્ઞાનનો કોઈ અજબ મહિમા છે કે જે વડ જ્ઞાની ઇચ્છાની ઇચ્છાથી રહિત હોય છે. અજ્ઞાની તો બિચારો સામાયિક ને પ્રૌષધના વિકલ્પમાં અટકી રહે છે અને પોતાને તે વડે ધર્મ થઈ ગયો માને છે. પણ એ તો નર્યું અજ્ઞાન છે.
અહા! મારી આ ઇચ્છા સદાય રહો એવી ઇચ્છા જ્ઞાનીને નથી. જુઓ! કેવો સરસ ખુલાસો પંડિત શ્રી જયચંદજીએ કર્યો છે! હવે કહે છે-“માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.” અહા! ઇચ્છાનો અનુરાગ જ્ઞાનીને નથી તે કારણે અજ્ઞાનમય ઇચ્છાનો તેને અભાવ છે. મને સદાય ઇચ્છા રહો એમ જ્ઞાનીને નથી તેથી તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. તેને જ્ઞાનમય જ ભાવ છે ને? તેથી અજ્ઞાનમય ભાવનો અભાવ છે.
પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે.” એ તો પહેલાં જ કહ્યું કે જ્ઞાની ઇચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે. હવે જેને પરજન્યકર્મોદયજન્ય જાણે તેનો સ્વામી પોતે કેમ થાય? ઇચ્છા-રાગ તો રોગ છે. તો શું તે રોગનો સ્વામી થાય? કદીય ન થાય. જ્ઞાની રાગનો સ્વામી નહિ થતો થકો એ તો રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાયક જ રહે છે. અહા ! શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનો જ્ઞાતા જ્ઞાની રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાતા જ રહે છે. લ્યો, આ ચોથા પદનો-નાળો તે સો હોરિ'નો અર્થ છે. ટીકામાં હતું ને કે-અશનનો કેવળ જ્ઞાયક જ છે”—એ આ વાત છે. અહા! જ્ઞાની જ્ઞાયકસ્વભાવમાં રહીને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
પ્રશ્ન:- આવી બધી વાતો સમજવાની અમને નવરાશ ક્યાં છે? (એમ કે બીજું કાંઈ કરવાનું કહો તો ઝટ દઈને કરી દઈએ).
ઉત્તર- અરે પ્રભુ! અનંત જનમ-મરણના ફેરા ટાળવા માટે આ બધું સમજીને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવું પડશે; કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બીજી કોઈ રીતે ( ક્રિયાકાંડથી) જનમ-મરણ નહિ મટે, સંસાર નહિ મટે, દુઃખ નહિ મટે. (ભાઈ ! ભગવાન કેવળીએ કહેલી આ વાત છે).
અહા! “પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે, જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે-આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.' શું કીધું? કે શુદ્ધનયથી એટલે કે યથાર્થદષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહારનયથી કથન છે પણ એ તો ઉપચારમાત્ર કથન છે. નિશ્ચય તે યથાર્થ છે અને વ્યવહાર તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com